Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ખાનપરમાં નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી કેમ્પ:23 સપ્ટેમ્બરે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં, બાળકોને સુવર્ણપ્રાશન પણ મળશે

    9 hours ago

    રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી માટે મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા એક નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે. ગાંધીનગરની આયુષ કચેરીની સૂચના પ્રમાણે આ કેમ્પ આગામી 23 સપ્ટેમ્બર, 2026ના રોજ મોરબી તાલુકાના ખાનપર ગામમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે યોજાશે. આ કેમ્પમાં નાગરિકોને જુદા-જુદા રોગોનું મફત નિદાન અને સારવાર મળશે. નિષ્ણાતો આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા વિશે માર્ગદર્શન પણ આપશે. ખાસ કરીને 0થી 5 વર્ષના બાળકો માટે ‘સુવર્ણપ્રાશન’ આપવામાં આવશે. આ ઉપરાંત, હરસ, મસા અને ભગંદર જેવા રોગો માટે આયુર્વેદિક સારવાર અને સલાહ મળશે. સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે ‘અગ્નિકર્મ ચિકિત્સા’ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ઋતુ પ્રમાણે થતા રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી અને આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવશે. મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને જિલ્લા આયુર્વેદ અધિકારીએ મોરબી જિલ્લાના લોકોને આ મફત આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની સત્યમ સ્કાય લાઈનમાં ગણપતિનું ભાવપૂર્વક વિસર્જન:ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું સોસાયટીના આંગણે જ વિસર્જન કરી પ્રકૃતિ જાળવણીનો સંદેશ આપ્યો
    Next Article
    શેરબજારમા રોકાણની ટિપ્સ આપી પહેલા વિશ્વાસ જીત્યો પછી ઠગાઈ આચરી:શેરબજારમાં રોકાણ કરશો તો મોટો નફો થશે તેવી લાલચ આપી LICના નિવૃત્ત મેનેજર સાથે 52.26 લાખની છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment