Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના તિથલ રોડ પર વાંકી નદી પર નવો બ્રિજ બનશે:₹14.59 કરોડના ખર્ચે કામ શરૂ, 18 મહિનામાં પૂરું થશે

    10 hours ago

    વલસાડના તિથલ રોડ પર વાંકી નદી પર નવા બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ બ્રિજ ₹14.59 કરોડના ખર્ચે બનશે અને 18 મહિનામાં તેનું કામ પૂરું થશે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કામ શરૂ કરાયું. ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, વાંકી નદી પરનો હાલનો બ્રિજ 50 વર્ષથી વધુ જૂનો છે. તેની ગુણવત્તા નબળી જણાતા તેને બદલવાની જરૂર હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹20 કરોડની વહીવટી મંજૂરી આપી હતી, જે બાદ ₹14.59 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજૂર થયું. આ કામ 18 મહિનામાં પૂરું કરવા માટે એજન્સીને સૂચના અપાઈ છે. નવો બ્રિજ જૂના બ્રિજની બાજુમાંથી બનશે, જેથી કામ પૂરું ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર ચાલુ રહેશે અને લોકોને અગવડ નહીં પડે. તિથલ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને કોસ્ટલ હાઈવેને જોડતો રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે. નવા બ્રિજથી વલસાડ શહેર, તિથલ અને આસપાસના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત:સિંગર પૂર્વા મંત્રીએ ખોલ્યા નવરાત્રિના સિક્રેટ્સ; સુરતના ખેલૈયાઓની એનર્જી, વોકલ ફિટનેસ અને ગીતો અંગે આપ્યા રસપ્રદ જવાબો
    Next Article
    મંત્રી મોઢવાડિયાએ સરીગામના 650 ઉદ્યોગોની પર્યાવરણ કામગીરીની સમીક્ષા કરી:CETP પ્લાન્ટની ક્ષમતા 15થી વધારી 25 MLD કરાઈ; ગ્રામજનોની સુખાકારી પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment