Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી મોઢવાડિયાએ સરીગામના 650 ઉદ્યોગોની પર્યાવરણ કામગીરીની સમીક્ષા કરી:CETP પ્લાન્ટની ક્ષમતા 15થી વધારી 25 MLD કરાઈ; ગ્રામજનોની સુખાકારી પર ભાર

    10 hours ago

    વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. મંત્રીએ CETP પ્લાન્ટની મુલાકાત લઈ પર્યાવરણીય સ્થિતિ અને પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા વિશે માહિતી મેળવી. સરીગામનો 300 હેક્ટરનો ઔદ્યોગિક વિસ્તાર 650 ઉદ્યોગો ધરાવે છે, જેમાં 200 કેમિકલ યુનિટ ઉપરાંત એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને ફાર્મા ઉદ્યોગો છે. 2013માં શરૂ થયેલા CETP પ્લાન્ટની ક્ષમતા 15 MLD હતી, જે વધારીને 25 MLD કરાઈ છે. મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે, ઉદ્યોગોનું ટકાઉપણું જાળવવા પર્યાવરણ અને ગ્રામજનોની સુખાકારીનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે ઉદ્યોગકારોને ગામોમાં લાઇબ્રેરી, રમતગમતનાં સાધનો, પાણીની ટાંકી અને વૃક્ષારોપણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરવા અપીલ કરી. ધારાસભ્ય રમણલાલ પાટકરે રોજગારીની તકો ઊભી કરવા અને કામદારોને લઘુતમ વેતન ચૂકવવા પર ભાર મૂક્યો. GPCBના અધિકારીઓએ હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા અને પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
    Click here to Read More
    Previous Article
    વલસાડના તિથલ રોડ પર વાંકી નદી પર નવો બ્રિજ બનશે:₹14.59 કરોડના ખર્ચે કામ શરૂ, 18 મહિનામાં પૂરું થશે
    Next Article
    વડોદરાના ભાયલી વિસ્તારમાં તાલુકા પોલીસનું પેટ્રોલિંગ, ડ્રોન વીડિયો:નવરાત્રી પર્વના પ્રારંભ સાથે મહિલાઓની સુરક્ષા માટે વડોદરા તાલુકા પોલીસ એલર્ટ, ભાયલી વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment