Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના ભાયલી વિસ્તારમાં તાલુકા પોલીસનું પેટ્રોલિંગ, ડ્રોન વીડિયો:નવરાત્રી પર્વના પ્રારંભ સાથે મહિલાઓની સુરક્ષા માટે વડોદરા તાલુકા પોલીસ એલર્ટ, ભાયલી વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું

    11 hours ago

    આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં જ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા તાલુકા પોલીસ એલર્ટ મોડ પર આવી છે. તહેવાર દરમિયાન મહિલાઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ અને ઓછી અવરજવર ધરાવતા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે. ભાયલી વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ આ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ દ્વારા ભાયલી વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમે આ વિસ્તારોમાં ફરીને સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જેથી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અસામાજિક તત્ત્વો પર નજર રાખી શકાય. મહિલાઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. ભાયલી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલું પેટ્રોલિંગ પણ આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મંત્રી મોઢવાડિયાએ સરીગામના 650 ઉદ્યોગોની પર્યાવરણ કામગીરીની સમીક્ષા કરી:CETP પ્લાન્ટની ક્ષમતા 15થી વધારી 25 MLD કરાઈ; ગ્રામજનોની સુખાકારી પર ભાર
    Next Article
    ઉમરગામના કાંમળવાડ પાસે દરિયામાં 6 બાળકો ડૂબ્યાં:5 બાળકોનો બચાવ થયો, એકનું ડૂબી જવાથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment