Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત:સિંગર પૂર્વા મંત્રીએ ખોલ્યા નવરાત્રિના સિક્રેટ્સ; સુરતના ખેલૈયાઓની એનર્જી, વોકલ ફિટનેસ અને ગીતો અંગે આપ્યા રસપ્રદ જવાબો

    9 hours ago

    સુરત સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવની ધૂમ મચી છે ત્યારે પોતાની આગવી ગાયકી અને એનર્જી માટે જાણીતી સિંગર પૂર્વા મંત્રીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ મુલાકાત કરી હતી. યશવી નવરાત્રી AC ડોમ ખાતે મુલાકાત દરમિયાન પૂછાયેલા વિવિધ સવાલોના તેમણે રસપ્રદ અને વિગતવાર જવાબો આપ્યા. સવાલ આ વર્ષે નવરાત્રિના ટ્રેક લિસ્ટમાં ખાસ અને નવું શું છે? જવાબ: પૂર્વા મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ખેલૈયાઓને પારંપરિક ગુજરાતી દેશી ગીતો અને ખાસ કરીને ‘સરકારી મ્યુઝિક’નો તડકો સાંભળવા મળશે. ગુજરાતનું લોકસંગીત અત્યંત સમૃદ્ધ છે અને તેઓ દર વર્ષે કંઈક નવું પીરસવાનો પ્રયાસ કરે છે, જેથી યુવા પેઢી પણ લોકગીતો સાથે જોડાઈ રહે. સવાલ: સ્ટેજ પર સતત 4-5 કલાક હાઇ એનર્જી પર્ફોર્મન્સનું રહસ્ય શું છે? જવાબ: લાંબો સમય ઊર્જા જાળવી રાખવા અંગે તેમણે હળવાશભર્યા અંદાજમાં જણાવ્યું કે, આ એનર્જીનું રહસ્ય ઓડિયન્સનો બિનશરતી પ્રેમ, મમ્મીના હાથના બનેલા લાડુ અને ભગવાનના આશીર્વાદ છે. ખેલૈયાઓનો ઉત્સાહ જ તેમને સ્ટેજ પર થાકવા દેતો નથી. સવાલ: વ્યસ્ત શિડ્યુલ વચ્ચે વોકલ અને ફિટનેસ રૂટિન કેવું રહે છે? જવાબ: પોતાની ગાયકી અને અવાજની જાળવણી અંગે પૂર્વાએ જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન આખી રાત વ્યસ્ત રહેવાને કારણે ભલે સવારે સૂવાનું મોડું થાય, છતાં પણ તેઓ દિવસમાં ઓછામાં ઓછો 15 મિનિટનો સમય કાઢીને પ્રાણાયામ તેમજ ‘સા’ અને ‘ઓમ’નો રિયાઝ નિયમિતપણે કરે છે. સવાલ : દેશ-વિદેશની સરખામણીએ ગુજરાત અને સુરતના ખેલૈયાઓ કેટલા અલગ છે? જવાબ: તેઓ યુએસએ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરમાં ગરબા પર્ફોર્મ કરી ચૂક્યા છે, પરંતુ સુરત અને ગુજરાતના ખેલૈયાઓની એનર્જી અજોડ છે. પૂર્વાએ ઉમેર્યું કે, સુરતના ખેલૈયાઓ અત્યંત રંગીન, ચમકદાર અને અદભુત ઊર્જાથી ભરપૂર હોય છે, જેમના ઉત્સાહની કોઈ સીમા નથી હોતી. સવાલ: ચાહકો તરફથી મળેલા સરપ્રાઇઝ અને ‘પૂર્વાસ્ટિક’ નામ પાછળની સ્ટોરી શું છે? જવાબ: તેમણે જણાવ્યું કે, ચાહકો તરફથી તેમને હંમેશાં પ્રેમ અને સરપ્રાઇઝ મળતા રહે છે. આજે દુનિયાભરમાં જાણીતું બનેલું ‘પૂર્વાસ્ટિક’ નામ તેમણે પોતે રાખ્યું નથી, પરંતુ એક વહાલા ચાહકે તેમને આ અનોખું બિરુદ ભેટ આપ્યું હતું, જેને તેઓ ગર્વ સાથે આગળ વધારી રહ્યા છે. સવાલ: આ વખતે દર્શકોને લૂકમાં શું નવું જોવા મળશે? જવાબ: પોતાના લૂક વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, તેઓ દર વખતે નવો અંદાજ રજૂ કરે છે. આ વર્ષે પણ ભારતીય પરંપરાને કેન્દ્રમાં રાખીને વેસ્ટર્ન અને દેશી ફોક લૂકનું આકર્ષક ફ્યુઝન જોવા મળશે. સવાલ: નવરાત્રિ ફક્ત પર્ફોર્મન્સ છે કે મા આદ્યશક્તિની આરાધના? જવાબ: પૂર્વા મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આમાં કોઈ સવાલ જ ઊભો થતો નથી; નવરાત્રિ એ સંપૂર્ણપણે મા જગદંબાની સાચી આરાધના છે. અમે સ્ટેજ પર પણ માતાજીની કૃપાથી જ ઊભા રહી શકીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    મસાલાની દુકાનમાં કામ કરતી યુવતીનું શંકાસ્પદ મૃત્યુ.:રાજા એન્ટરપ્રાઈઝમાં કામ કરતી યુવતી ઝેરી દવા પીધા બાદ મૃત્યુ , પરિવારે કર્યા ગંભીર આક્ષેપો, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    વલસાડના તિથલ રોડ પર વાંકી નદી પર નવો બ્રિજ બનશે:₹14.59 કરોડના ખર્ચે કામ શરૂ, 18 મહિનામાં પૂરું થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment