Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસાલાની દુકાનમાં કામ કરતી યુવતીનું શંકાસ્પદ મૃત્યુ.:રાજા એન્ટરપ્રાઈઝમાં કામ કરતી યુવતી ઝેરી દવા પીધા બાદ મૃત્યુ , પરિવારે કર્યા ગંભીર આક્ષેપો, પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    ​જૂનાગઢમાં કામ પર ગયેલી એક યુવતીની ઝેરી દવા પીધા બાદ મૃત્યુ થયાની ઘટના સામે આવી છે, જેમાં અનેક શંકાસ્પદ સંજોગો ઊભા થયા છે. મૃતક નિશા મહેતા નામની યુવતી કામ દરમિયાન અચાનક બેભાન થઈ જતાં અને તેને ઉલટીઓ થતી હોવાની જાણ તેના પરિવારને કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીના પરિવારે ગંભીર આશંકાઓ વ્યક્ત કરી છે. ​આ ઘટના અંગે મૃતક યુવતીના ભાઈ પાર્થ મહેતાએ જણાવ્યું હતું કે, મારી બહેનનું નામ નિશા મહેતા છે અને તે દરરોજ સવારે આઠ વાગ્યે કામે જતી હતી. આજે સવારે અંદાજે સાડા દસ થી પોણા અગિયાર વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે મારી બહેન નીચે પડી ગઈ છે, તેની તબિયત લથડી છે અને તેને ઉલટી જેવું થાય છે. મને તેના શેઠ તરફથી અંદાજે સાડા દસ કે પોણા અગિયાર વાગ્યે ફોન આવ્યો હતો. ​"તેણે કઈ દવા પીધી હતી તે વિશે કોઈને ખબર નથી. પહેલાં મારી બહેનને મારા પપ્પા ઘરે લઈ ગયા હતા અને પછી ત્યાં કોઈ જાણકાર ડૉક્ટર હતા તેમની પાસે લઈ ગયા હતા. ત્યાં જઈને તેમને મારો નંબર લીધો હતો અને ત્યારે મને ફોન કર્યો હતો. આ બધું આશરે કલાક કે પોણો કલાક જેવું થઈ ગયું હશે. ત્યાં સુધીમાં સવારે આઠ થી સાડા દસ વાગ્યા સુધી શું બન્યું તેની કોઈને ખબર નથી કે તેણે કઈ દવા પીધી હતી. તેણે દવા પી લીધી છે, હવે તેને કોઈ ટોર્ચર કરી રહ્યું છે કે પછી કોઈએ જબરદસ્તીથી દવા પીવડાવી છે કે તેના શેઠે કોઈક રીતે તેને જબરદસ્તીથી દવા પીવડાવી છે, તે અમારે જાણવું છે. ​આ ઘટનાને લઈને યુવતીના પરિવારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે શેઠે સીધો ફોન કરવાને બદલે પહેલાં અન્ય જગ્યાએથી સંપર્ક નંબર મેળવ્યા બાદ ફોન કર્યો હતો. પરિવાર દ્વારા આ સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ ઉઠાવવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ બાદ જ યુવતીની તબિયત લથડવા પાછળનું સાચું કારણ તેમજ હકીકત બહાર આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જેહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી
    Next Article
    દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત:સિંગર પૂર્વા મંત્રીએ ખોલ્યા નવરાત્રિના સિક્રેટ્સ; સુરતના ખેલૈયાઓની એનર્જી, વોકલ ફિટનેસ અને ગીતો અંગે આપ્યા રસપ્રદ જવાબો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment