Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જેહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી

    13 hours ago

    રાજકોટ શહેરમાં નવરાત્રિના પાવન અવસરને ધ્યાનમાં રાખીને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વ્યાપક સક્રિયતા જોવા મળી રહી છે. અર્વાચીન ગરબા આયોજનોમાં 'લવ જિહાદ' જેવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં 'લવ જિહાદથી સાવધાન' લખાણ ધરાવતા જનજાગૃતિના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગરબા મહોત્સવ દરમિયાન યુવતીઓને જાગૃત કરવાનો અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર બોર્ડ લાગ્યા રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, નવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, વિરાણી ચોક અને સામા કાંઠા વિસ્તાર સહિતના મુખ્ય સ્થળો તેમજ વિવિધ ગરબા ગ્રાઉન્ડની બહાર આ બેનરો લગાવવામાં આવ્યા છે. આગામી નવરાત્રિ દરમિયાન હિન્દુ સંગઠનની મહિલા કાર્યકરો ગરબા આયોજન સ્થળો પર ઉપસ્થિત રહી સમગ્ર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખશે. સંગઠનો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની ચેતવણી આ અંગે હિંદુ જાગરણ મંચના મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ બેનરો માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જનજાગૃતિના ભાગરૂપે લગાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે અમુક આયોજકોએ સંગઠન સાથે સહમતી દર્શાવી નિયમોમાં ફેરફાર કર્યા છે, પરંતુ જ્યાં સુધારો થયો નથી ત્યાં પ્રશાસનને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈ વિધર્મી દ્વારા બહેન-દીકરીઓને ભોળવવાનો પ્રયાસ જણાશે તો પોલીસને સાથે રાખી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે દીપકેની અટકાયતનો વીડિયો જાહેર કર્યો:CJPના આરોપોને ખોટા ગણાવ્યા; દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદર્શન, 200 લોકોની અટકાયત
    Next Article
    મસાલાની દુકાનમાં કામ કરતી યુવતીનું શંકાસ્પદ મૃત્યુ.:રાજા એન્ટરપ્રાઈઝમાં કામ કરતી યુવતી ઝેરી દવા પીધા બાદ મૃત્યુ , પરિવારે કર્યા ગંભીર આક્ષેપો, પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment