Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર હોસ્પિટલમાં ₹1.45 કરોડના આધુનિક સાધનોનું લોકાર્પણ:કેન્સર નિદાન માટે V-7 સોનોગ્રાફી, ફ્લો સાયટોમેટ્રી મશીન કાર્યરત કરાયા

    एक दिन पहले

    રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં ₹1.45 કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે. આ સુવિધાઓ દર્દીઓની સેવા અને તબીબી શિક્ષણને વેગ આપશે. મંત્રીએ કેન્સરના સચોટ નિદાન માટે સોનોગ્રાફીનું વી-7 મોડેલ અને ફ્લો સાયટોમેટ્રી મશીન કાર્યરત કર્યા. આ સાધનો કેન્સરના વહેલા અને સચોટ નિદાનમાં અત્યંત મદદરૂપ થશે. લોકાર્પણ કરાયેલા સાધનોમાં ₹70 લાખની કિંમતનું સોનોગ્રાફીનું વી-7 મોડેલ સામેલ છે. આ અતિ આધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન શરીરના લગભગ બધા જ અંગોની તપાસ માટે અનુકૂળ છે. તે કેન્સરના દર્દીઓમાં વિવિધ પ્રકારની ગાંઠનું આબેહૂબ ચિત્ર નિરૂપણ કરી શકે છે, જેમાં જુદી જુદી તપાસ માટે ૬ વિશેષ પ્રોબ પણ ઉપલબ્ધ છે. આરોગ્ય સેવાઓમાં વધુ એક આધુનિક સુવિધા ઉમેરતા, ₹75 લાખના ખર્ચે નવીનતમ ફ્લો સાયટોમેટ્રી મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજી રક્ત તથા અન્ય નમૂનાઓમાં રહેલા કોષોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરે છે. તે લ્યુકેમિયા અને લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરના નિદાનમાં અત્યંત મદદરૂપ થાય છે. આનાથી રોગનું વહેલું નિદાન, યોગ્ય સારવાર આયોજન અને ઇમ્યુન સિસ્ટમ સંબંધિત રોગોનું મૂલ્યાંકન શક્ય બનશે, જેનાથી દર્દીઓને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાની સારવાર સમયસર મળી રહેશે. તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનો ઉમેરો થયો છે. મંત્રીએ પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા સાથેના નવા એક્ઝામિનેશન હોલનો પ્રારંભ કરાવ્યો. આ હોલમાં એક સાથે 20 પી.જી. વિદ્યાર્થીઓ માટે શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને અનુકૂળ વાતાવરણ સાથે પરીક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. આનાથી પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનશે અને ઉચ્ચ ગુણવત્તાવાળા તબીબી શિક્ષણને પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, બીનાબેન કોઠારી, મેડિકલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ, તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના વડાઓ અને તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ સાયબર ફ્રોડ, હર્ષદ ઠક્કરના રિમાન્ડ પૂરા:398 કરોડના કૌભાંડમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન-3:શાળા પ્રવેશોત્સવ પહેલા ડેટા કલેક્શનમાં વિદ્યાર્થીઓના નામ, ધોરણ, સરનામા ખોટા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment