Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સાયબર ફ્રોડ, હર્ષદ ઠક્કરના રિમાન્ડ પૂરા:398 કરોડના કૌભાંડમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

    1 day ago

    પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાના ચકચારી સાયબર છેતરપિંડી કેસમાં આરોપી હર્ષદ ઠક્કરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે તેને પાટણના ટી.બી. ત્રણ રસ્તા પાસે આવેલી તેની નવી સાઈટ પર લઈ જઈ સ્થળ પરનું પંચનામું કર્યું હતું. આરોપી હર્ષદ ઠક્કર (મૂળ રહે. હારીજ, હાલ રહે. પાટણ) પાટણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત ફરાર થયેલા છ સાગરીતો પૈકીનો એક હતો. બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હારીજની એક બેંકમાં બોગસ ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા અને મેળવેલા નાણાં જમા કરાવવા માટે થતો હતો. આ બેંક ખાતાઓનો ઉપયોગ સમગ્ર દેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ કૌભાંડ અંતર્ગત દેશભરમાં અંદાજે 227 જેટલી ફરિયાદો નોંધાઈ છે. પાટણ સાયબર પોલીસે આરોપી હર્ષદ ઠક્કરની સઘન પૂછપરછ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં AC શોર્ટ સર્કિટથી ત્રીજા માળે આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    જામનગર હોસ્પિટલમાં ₹1.45 કરોડના આધુનિક સાધનોનું લોકાર્પણ:કેન્સર નિદાન માટે V-7 સોનોગ્રાફી, ફ્લો સાયટોમેટ્રી મશીન કાર્યરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment