Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં AC શોર્ટ સર્કિટથી ત્રીજા માળે આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    ગોધરા શહેરના રાની મસ્જિદ નજીક એક રહેણાંક મકાનના ત્રીજા માળે ACમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના રઝાકભાઈ કલોટાના મકાનમાં બની હતી. ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન પોલીસ મથકની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાનત સોનીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આગને કારણે મકાનના ત્રીજા માળ પર રહેલો ઘરનો સામાન અને અન્ય મિલકતને મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલો દર્શાવે છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, આગ લાગવાનું મુખ્ય કારણ ACમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    હરેન પંડ્યા હત્યા કેસમાં શાર્પ શૂટર અસગર અલીની હાઇકોર્ટમાં અરજી:14 વર્ષ જેલમાં કાપ્યા, બાકીની સજા માફ કરવાની અરજી પર સરકારને 6 મહિનામાં નિર્ણય લેવા નિર્દેશ
    Next Article
    પાટણ સાયબર ફ્રોડ, હર્ષદ ઠક્કરના રિમાન્ડ પૂરા:398 કરોડના કૌભાંડમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment