Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરેન પંડ્યા હત્યા કેસમાં શાર્પ શૂટર અસગર અલીની હાઇકોર્ટમાં અરજી:14 વર્ષ જેલમાં કાપ્યા, બાકીની સજા માફ કરવાની અરજી પર સરકારને 6 મહિનામાં નિર્ણય લેવા નિર્દેશ

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને હરેન પંડ્યા હત્યા કેસમાં હૈદરાબાદના શાર્પશૂટર મોહમ્મદ અસગર અલી દ્વારા કરવામાં આવેલી અરજી પર 6 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ કર્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત અસગર અલીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને રજૂઆત કરી હતી કે જેલમાંથી વહેલા મુક્ત થવા માટે સજા માફીનો લાભ મેળવવા માટેની તેની અરજી પર રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ રહી નથી. તેમના વકીલે દલીલ કરી હતી કે અલીએ જેલમાં 14 વર્ષ પૂરા કર્યા હોવાથી અને જેલમાં તેમનું વર્તન પણ સારું હોવાને કારણે તેમણે સરકારને મુક્ત કરવા વિનંતી કરી છે. IPC અને POTA હેઠળ ગુનો નોંધાયો હતો ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા, 26 માર્ચ, 2006ના રોજ થઈ હતી, તેના થોડા દિવસો બાદ અસગર અલીની ધરપકડ કરવામાં આવી હતી. CBIની તપાસમાં બહાર આવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2002ના ગોધરા પછીના કોમી રમખાણોના બદલા તરીકે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. મોહમ્મદ અસગર અલીની સાથે અન્ય 17 લોકો સામે IPC અને POTA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દોષિતો સામે હત્યા તેમજ હરેન પંડ્યાની હત્યા પહેલા થયેલા VHP કાર્યકર જગદીશ તિવારીની હત્યાના પ્રયાસના કેસમાં પણ ટ્રાયલ ચલાવવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટે બંને ગુનાઓને એક જ ષડયંત્રનો ભાગ ગણીને 18 વ્યક્તિઓ સામે ટ્રાયલ ચલાવી હતી. CBI કોર્ટે હરેન પંડ્યાની હત્યા માટે અસગર અલીને આજીવન કેદની સજા સંભળાવી હતી વર્ષ 2007માં, CBI કોર્ટે 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને હરેન પંડ્યાની હત્યા માટે અસગર અલીને આજીવન કેદની સજા સંભળાવી હતી. વર્ષ 2011માં હાઈકોર્ટે હત્યાના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ તિવારીની હત્યાના પ્રયાસમાં તેમની દોષિતતા યથાવત રાખી હતી. કોર્ટે તમામ દોષિતોની સજા ઘટાડીને 7 વર્ષ કરી દીધી હતી. SCએ હાઈકોર્ટના આદેશને ઉલટાવી તમામ 12 આરોપીને દોષિત ઠેરવ્યા જો કે વર્ષ 2019માં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ઉલટાવી દીધો અને CBI અપીલ પર તમામ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો. સરકારે કોઈ નિર્ણય ન લેતા દોષિતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો વર્ષ 2025માં અસગર અલીએ સરકારને વહેલા મુક્ત કરવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે સરકારે કોઈ નિર્ણય ન લીધો ત્યારે દોષિતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ સમક્ષ સરકારે રજૂઆત કરી હતી કે આ અરજી વિચારણા હેઠળ છે અને તેને એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય પણ મળી ગયો છે. ટૂંક સમયમાં જ આ કેસ સંબંધિત સત્તાધિકારી સમક્ષ મૂકવામાં આવશે. સબમિટ કરાયેલી અરજી પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે કે સંબંધિત સત્તાધિકારીએ અરજદાર દ્વારા સજા માફી માટે સબમિટ કરાયેલી અરજી પર કાયદા અનુસાર શક્ય તેટલી વહેલી તકે આદેશ મળ્યાની તારીખથી 6 મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવો જોઈએ. લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવની અરજી પર પણ 6 મહિનામાં વિચાર કરવા નિર્દેશ આ જ રીતે વર્ષ 2001માં કચ્છ સરહદેથી 22 કિલો RDX સાથે પકડાયેલા અને આજીવન કેદની સજા પામેલા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ શાહનવાઝ ભટ્ટીએ પણ સજા માફીના લાભની માગ કરતા દલીલ કરી હતી કે તેણે કોઈ પણ પેરોલ વિના જેલમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. તેણે ફરિયાદ કરી હતી કે સત્તાવાળાઓ લગભગ 2 વર્ષથી તેની અરજી પર કોઈ નિર્ણય લઈ રહ્યા નથી. હાઈકોર્ટે સરકારને તેની અરજી પર પણ છ મહિનામાં વિચાર કરવા નિર્દેશ આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી તબાહી, 20 PHOTOS:જીવ બચાવવા લોકો ઘરોમાંથી બહાર ભાગ્યા, સેકન્ડોમાં જ તાશના પત્તાની જેમ ઇમારતો ધરાશાયી
    Next Article
    ગોધરામાં AC શોર્ટ સર્કિટથી ત્રીજા માળે આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment