Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ સહિત 3 જિલ્લામાં હૃદય જાગૃતિ કાર્યક્રમ યોજાયા:વિશ્વ હૃદય દિવસ નિમિત્તે શ્રમિકો અને ગ્રામ્ય નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ

    1 week ago

    વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં હૃદયરોગ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ આરોગ્ય કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન હેઠળ ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) અને મોબાઈલ મેડિકલ યુનિટ (MMU) દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આરોગ્ય તપાસ અને જાગૃતિ પ્રવૃત્તિઓ કરાઈ. કાર્યક્રમમાં નાગરિકો, શ્રમિકો અને ગ્રામ્ય લોકોને હૃદયરોગથી બચવાના ઉપાયો, નિયમિત બ્લડ પ્રેશર-શુગર તપાસ, યોગ્ય આહાર, શારીરિક પ્રવૃત્તિ, તમાકુ-ધૂમ્રપાનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા વિશે શિક્ષણ અપાયું. આરોગ્ય તપાસ દરમિયાન લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર સહિતની પ્રાથમિક તપાસ થઈ. જેમને સમસ્યા જણાઈ તેમને તબીબી સલાહ અને માર્ગદર્શન અપાયું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 'હૃદયને સ્વસ્થ રાખો, સ્વસ્થ જીવન જીવો'નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો, જેથી હૃદયરોગના જોખમ અંગે સમયસર જાગૃતિ આવે.
    Click here to Read More
    Previous Article
    સહેનાજબેનને નમોશ્રી અને માતૃવંદના યોજનાથી મદદ મળી:ગર્ભાવસ્થામાં પોષણ અને આર્થિક સુરક્ષા મળી, દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું
    Next Article
    જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ઓક્ટોમ્બરમાં ડાયવર્ટ, સિદ્ધપુરમાં 13 ટ્રેનોને સ્ટોપેજ નહીં:સમદડી-લૂણી સેક્શનમાં એન્જિનિયરિંગ કામને પગલે ટ્રેન મારવાડ જંકશન થઈને દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment