Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ₹14.28 લાખની ક્રિપ્ટો છેતરપિંડી:આંતરરાજ્ય ગેંગનો સાગરીત મુંબઈથી ઝડપાયો, આરોપી વિરુદ્ધ નવસારી સાયબર ક્રાઇમમાં ફરિયાદ

    20 hours ago

    વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ₹14.28 લાખની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુંબઈના દહીસર વિસ્તારમાંથી આ ગુનામાં સંડોવાયેલા એક મુખ્ય સાગરીતને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ દેશભરમાં કુલ 38 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ક્રિપ્ટો કરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી પોલીસના જણાવ્યા અનુસાર, વલસાડના ડુંગરી ખાતે રહેતા 26 વર્ષીય આયુષ જૈન નામના યુવકને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને 'ગોલ્ડ નેસ્ટ રીસર્ચ' કંપનીનો પ્રતિનિધિ ગણાવી ક્રિપ્ટો કરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી હતી. યુવકનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ એક નકલી વેબસાઇટની લિંક મોકલી, જેમાં રજિસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરાવ્યો. શરૂઆતમાં થોડી રકમ રોકાણ કરવા પર નફો દેખાડી આરોપીઓએ આયુષનો વિશ્વાસ જીતી લીધો હતો. 14 લાખ ટ્રાન્સફર કરાવ્યાં બાદ વેબસાઈટ બંધ વધુ નફાની લાલચમાં આવીને આયુષે પોતાના અને તેના માતા-પિતાના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹14,28,000/- જેટલી રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી. જ્યારે યુવકને નાણાંની જરૂર પડી અને તેણે નફા સાથેની રકમ વેબસાઇટ પરથી ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વેબસાઇટ બંધ આવતી હતી અને ટેકનિકલ એરર બતાવતી હતી. વારંવારના પ્રયાસો છતાં નાણાં પરત ન મળતાં આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવકે તાત્કાલિક વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈના દહીસરથી ઉમેશ પટેલની ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસના તાર મુંબઈ સુધી લંબાયા હતા. આધારભૂત માહિતીના આધારે વલસાડ સાયબર ક્રાઇમની ટીમે મુંબઈના દહીસર વિસ્તારમાં દરોડો પાડીને ઉમેશ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપી વિરુદ્ધ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં જોડાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે. વલસાડ DySP એ. કે. વર્માએ કહ્યું કે સોશિયલ મીડિયા કે અજાણ્યા ફોન કોલ્સ દ્વારા ટૂંકા સમયમાં નાણાં બમણા કરવાની કે ઊંચા વળતરની લાલચ આપતી ઓનલાઇન સ્કીમો અને અજાણી વેબસાઇટ્સથી નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ. પૂરતી ખાતરી કર્યા વગર કોઈપણ અજાણ્યા ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર ન કરવા વલસાડ પોલીસ અપીલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ઇબોલાના સંભવિત કેસોને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલમાં બેઠક:70 બેડ તૈયાર, જરૂર પડ્યે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાશે
    Next Article
    વલસાડની WAAREE કંપનીમાં 4.25 કરોડની છેતરપિંડી:પ્લાન્ટ હેડ સહિત 5 સામે ગુનો, ઇલેક્ટ્રોનિક્સ મશીનરી બનાવતી નથી એ કંપનીને ઓર્ડર આપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment