Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની WAAREE કંપનીમાં 4.25 કરોડની છેતરપિંડી:પ્લાન્ટ હેડ સહિત 5 સામે ગુનો, ઇલેક્ટ્રોનિક્સ મશીનરી બનાવતી નથી એ કંપનીને ઓર્ડર આપ્યાં

    19 hours ago

    વલસાડ જિલ્લાના સરોધી ગામે આવેલી સોલાર ઇન્વર્ટર ઉત્પાદક કંપની 'વારી પાવર પ્રાઇવેટ લિમિટેડ' (WAAREE) માં રૂ. 4.25 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. કંપનીના પ્લાન્ટ હેડ અને સિનિયર એન્જિનિયરોએ જ આર્થિક ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. મશીનરીના બોગસ અને ઊંચી કિંમતના પર્ચેઝ ઓર્ડર આપ્યાં આ કૌભાંડમાં ઇન્વર્ટર અને સંબંધિત સાધનોના ઉત્પાદન માટે મશીનરીના બોગસ અને ઊંચી કિંમતના પર્ચેઝ ઓર્ડર આપવામાં આવ્યા હતા. સામાન્ય ટિશ્યુ પેપર અને હેન્ડ ગ્લોવ્ઝ વેચતી ટ્રેડિંગ ફર્મને આ ઓર્ડર આપી કરોડો રૂપિયા ઓળવી લેવામાં આવ્યા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઓડિટમાં 4.25 કરોડની છેતરપિંડીની પુષ્ટિ આ છેતરપિંડી ત્યારે સામે આવી જ્યારે કંપનીના એક કર્મચારીને ગેરરીતિની શંકા ગઈ. આરોપીઓ દ્વારા તેને કૌભાંડમાં સામેલ થવા દબાણ કરાતા, તેણે કંપનીના 'વ્હિસલ બ્લોવર પોર્ટલ' પર ગુપ્ત ફરિયાદ નોંધાવી. મુંબઈ સ્થિત હેડ ઓફિસે તાત્કાલિક હિસાબોનું ઓડિટ કરાવ્યું, જેમાં રૂ.4.25 કરોડની છેતરપિંડીની પુષ્ટિ થઈ. પ્લાન્ટ હેડ સહિત 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો કંપનીના અધિકૃત પ્રતિનિધિ સાહિલ વાસુદેવ પંડિત ચૌધરીની ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્લાન્ટ હેડ વિમલકુમાર સિંગ અને સિનિયર એન્જિનિયર કુલદીપ શર્મા સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેને ઓર્ડર અપાયા એ કંપની કોઈ ઇલેક્ટ્રોનિક્સ મશીનરી બનાવતી નથી વલસાડના ડીવાયએસપી એ. કે. વર્માએ માહિતી આપતા જણાવ્યું કે, વારી પાવર કંપનીનો પ્લાન્ટ નવો હોવાથી મશીનરી ખરીદવાની સત્તા પ્લાન્ટ હેડ અને એન્જિનિયરોને અપાઈ હતી. આરોપીઓએ આ સત્તાનો દુરુપયોગ કરીને વર્ષ 2025 થી 2026 દરમિયાન ગુરુગ્રામ, હરિયાણા સ્થિત AV Power Tech નામની કંપની પાસેથી ખરીદી બતાવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે 'એવી પાવર ટેક' કંપની કોઈ હેવી ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ મશીનરી બનાવતી નથી. તે માત્ર હેન્ડ ગ્લોવ્ઝ, ટિશ્યુ પેપર અને સામાન્ય વસ્તુઓ વેચતી ટ્રેડિંગ ફર્મ છે. આરોપીઓએ આ ફર્મ સાથે આંતરિક સેટિંગ કરીને બજાર કિંમત કરતાં ખૂબ જ ઊંચા ભાવના બોગસ બિલો બનાવડાવી કંપનીના નાણાં પડાવી લીધા હતા. મશીનરી પ્લાન્ટમાં ધૂળ ખાય છે, પોલીસ એક્શન મોડમાં ​કંપનીના ઓડિટમાં એ પણ સામે આવ્યું છે કે જે સાધનો અને મશીનરી ખરીદવામાં આવી છે, તે કંપનીના કોઈ કામની જ નથી અને હાલમાં પણ પ્લાન્ટમાં એમ જ બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહી છે. હાલમાં વલસાડ રૂરલ પોલીસે કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા પ્લાન્ટ હેડ અને એન્જિનિયરો સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ₹14.28 લાખની ક્રિપ્ટો છેતરપિંડી:આંતરરાજ્ય ગેંગનો સાગરીત મુંબઈથી ઝડપાયો, આરોપી વિરુદ્ધ નવસારી સાયબર ક્રાઇમમાં ફરિયાદ
    Next Article
    CNG price rise in Ahmedabad | મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment