Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ. ટી. મહિલા કંડક્ટરની પ્રમાણિકતા:વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં ભૂલાયેલા ₹14 હજાર ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    2 days ago

    ​જૂનાગઢ એસ.ટી. ડેપોના એક મહિલા કંડક્ટરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મુસાફરના ખોવાયેલા નાણાં પરત કર્યા છે. વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધા ઉતાવળમાં પોતાની રોકડ ભરેલી થેલી ભૂલી ગયા હતા. જોકે, મહિલા કંડક્ટરની સતર્કતા અને નૈતિકતાને કારણે આ રકમ સલામત રીતે તેના માલિક સુધી પહોંચી શકી છે. ​એક વૃદ્ધ મહિલા કેશોદથી જૂનાગઢ આવવા માટે એસ.ટી. બસમાં બેઠા હતા. મુસાફરી દરમિયાન તેમની પાસે અંદાજે ₹13 થી 14 હજારની રોકડ ભરેલી એક થેલી હતી. જૂનાગઢ સ્ટેન્ડ આવતા જ વૃદ્ધા ઉતાવળમાં આ થેલી બસમાં જ ભૂલીને ઉતરી ગયા હતા. બપોરે 3:30 વાગ્યે જ્યારે બસના મહિલા કંડક્ટર જી. બી. ચુડાસમા પોતાની ફરજ પૂરી કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર બસની સીટ પર પડેલી આ બિનવારસી થેલી પર પડી હતી. ​કંડક્ટર ચુડાસમા બહેને તાત્કાલિક આ બાબતે જૂનાગઢ સીનિયર ડેપો મેનેજર કરમટાને જાણ કરી હતી. ડેપો મેનેજરની સૂચના મુજબ ATI જી. કે. ગળચર અને વી. કે. ભાદરકાએ આ થેલીના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસના અંતે મુસાફરના દીકરા યુસુફભાઈ હુસેનભાઈ કચરાનો સંપર્ક થયો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ, ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં આ રકમ ભરેલી થેલી તેમને સુપ્રત કરવામાં આવી હતી. ​પોતાની મહેનતની કમાણી પરત મળતા મુસાફરના પરિવારજનોએ મહિલા કંડક્ટર અને એસ.ટી. તંત્રનો આભાર માન્યો હતો. જૂનાગઢ ડેપો મેનેજરે જણાવાયું હતું કે એસ.ટી. કર્મચારીઓએ ફરી એકવાર પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતાથી સમાજમાં વહીવટી તંત્રની છબી ઉજળી કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા કંડક્ટરની કામગીરીને બિરદાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ક્લચ વાયરથી ગળું દબાવી હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો:પાલનપુરમાં ત્રણ દિવસથી ગુમ મહિલાનો ભોંયરામાંથી મૃતદેહ મળ્યો, 79 તોલા સોનાનો ખેલ; મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો
    Next Article
    સુરત મનપામાં કમિશનરનો સપાટો:5 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ માટે હવે કમિશનરની મંજૂરી ફરજિયાત, ઝોન અને વિભાગોની મનમાની પર લાગશે બ્રેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment