Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લચ વાયરથી ગળું દબાવી હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો:પાલનપુરમાં ત્રણ દિવસથી ગુમ મહિલાનો ભોંયરામાંથી મૃતદેહ મળ્યો, 79 તોલા સોનાનો ખેલ; મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો

    2 days ago

    બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાન્તિબેન આકેડીવાલાનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભોયરામાંથી મળ્યો સળગેલો મૃતદેહ શાન્તિબેન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતા. તેમની શોધખોળ દરમિયાન પાલનપુર ઇન્કમટેક્ષ ઓફિસ નજીક આવેલા એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોયરામાંથી એક સળગેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા આ લાશ શાન્તિબેનની હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ધાબળામાં વીંટાળી, પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી અને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 79 તોલા સોનું અને રોકડ હત્યા પાછળનું કારણ પોલીસ FIR અને પ્રાથમિક વિગતો મુજબ, આ હત્યા પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે. મૃતક શાન્તિબેને આરોપી રેખાબેન અને તેજાભાઇ રાઠોડને બકરા પાલનના વ્યવસાય માટે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે શાન્તિબેને પોતાના દાગીના અને નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ તે પાછા ન આપવા પડે તે માટે તેમની હત્યાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું. ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓએ ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપ્યો હતો. 22 માર્ચ, 2026 ના રોજ રાત્રે રેખાબેને શાન્તિબેનને હનુમાન ટેકરી પાસેની પોતાની ફર્નિચરની દુકાને બોલાવ્યા. ત્યાં તેમને પ્રસાદમાં નશાકારક પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવ્યો. શાન્તિબેન બેભાન જેવી હાલતમાં થતા, રેખાબેન, રોહિત મકવાણા અને વિષ્ણુભાઈ વાલ્મિકીએ ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી. દોષિતોને કડક સજાની સ્વજનોની માંગ મૃતક શાન્તિબેનના જેઠ ડૉ.ભીખુભાઈ રામાભાઈએ જણાવ્યું કે "મારા ભાઈના પત્ની બાળકો માટે નાસ્તો લેવા ગયા હતા અને જૂના દાગીના તથા પૈસાની ઉઘરાણી કરવા આરોપીની દુકાને ગયા હતા. ત્યાં વિશ્વાસઘાત કરીને તેમની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમારી સરકારને વિનંતી છે કે દોષિતોને કડક સજા થાય." મહિલા સહિત ચાર સામે ગુનો પાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે ચાર મુખ્ય આરોપીઓ રેખાબેન તેજાભાઇ રાઠોડ, તેજાભાઇ દેવાભાઇ રાઠોડ, રોહિત સરતનભાઇ મકવાણા અને વિષ્ણુભાઈ કરશનભાઈ વાલ્મિકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશ-CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 10 મોત:30થી વધુ ઘાયલ; એકનો હાથ કપાઈને અલગ, છિંદવાડા પાસે અકસ્માત
    Next Article
    એસ. ટી. મહિલા કંડક્ટરની પ્રમાણિકતા:વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં ભૂલાયેલા ₹14 હજાર ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment