Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વેલકમ ટુ ધ જંગલ'એ એડવાન્સ બુકિંગમાં ₹1.34 કરોડની કમાણી કરી:ફિલ્મની 56 હજાર ટિકિટ વેચાઈ; નવા ગીત 'ઓ મેરે બલમ'માં સ્ટારકાસ્ટનો જોરદાર ડાન્સ

    4 days ago

    ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘ઓ મેરે બલમ’ આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંભળાયેલી તેની ધૂને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું, જેના પછી તેના આખા ગીતની રાહ જોવાઈ રહી હતી. હવે મેકર્સે આ ગીત રિલીઝ કરી દીધું છે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન, કોમેડી અને મોટી સ્ટારકાસ્ટ સાથે ‘ઓ મેરે બલમ’ની નાની ઝલક પણ બતાવવામાં આવી હતી. ‘તેરા પૈસા મેરા પૈસા’ જેવા ગીતની સરખામણીમાં ‘ઓ મેરે બલમ’ એક સોફ્ટ અને સુરીલું ગીત છે. આનંદ રાજ આનંદે આપ્યું સંગીત ગીતનું સંગીત આનંદ રાજ આનંદે આપ્યું છે, જ્યારે તેના બોલ ફરહાદ સામજીએ લખ્યા છે. ગીતને કાવ્યાકૃતિ અને સાકેત બી.એ અવાજ આપ્યો છે. આનંદ રાજ આનંદે કહ્યું કે, 'આ ગીતની ધૂનને સરળ અને હૃદય સુધી પહોંચે તેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.' તેમણે જણાવ્યું કે, ટ્રેલરમાં મળેલા રિએક્શનથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે દર્શકોને તેની ધૂન પસંદ આવી છે અને હવે તેઓ તેને આખું સાંભળી શકશે. ગીતનું મ્યુઝિક પ્રોડક્શન અને પ્રોગ્રામિંગ અંકિત ગુપ્તા (અંકી)એ કર્યું છે. મિક્સિંગ અને માસ્ટરિંગ ભાસ્કર શર્માએ કર્યું છે. જુઓ ગીતની ઝલક- અત્યાર સુધીમાં 56 હજારથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે પહેલાં, 25 જૂને સાંજે 7:30 વાગ્યાથી તેના પેઇડ પ્રિવ્યૂ રાખવામાં આવ્યા છે. ફિલ્મે રિલીઝ પહેલાં જ શાનદાર શરૂઆત કરી દીધી છે. સેકનિલ્ક અનુસાર, પહેલા દિવસની એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 56 હજારથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. ફિલ્મે 1.34 કરોડ રૂપિયાની એડવાન્સ કમાણી કરી છે. બ્લોક સીટો સાથે આ આંકડો 3.76 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ એડવાન્સ બુકિંગ દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં થઈ છે. તે પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહમદ ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિસ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવીના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, ઝાકિર હુસૈન, વિંદુ દારા સિંહ, ઉર્વશી રૌતેલા, હેમંત પાંડે, બ્રિજેન્દ્ર કાલા, ફિરોઝ ખાન (અર્જુન), દિવંગત પંકજ ધીર, પુનીત ઇસ્સર, સુદેશ બેરી, જીતુ વર્મા, વૃહિ કોડવારા, આદિત્ય સિંહ અને ભાગ્ય ભાનુશાલી જોવા મળશે. ફિલ્મને એ.એ. નાડિયાડવાલા, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને સ્ટાર સ્ટુડિયોઝે સીતા ફિલ્મ્સ સાથે મળીને રજૂ કરી છે. તેનું પ્રોડક્શન બેઝ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના બેનર હેઠળ રાકેશ ડાંગ અને વેદાંત વિકાસ બાલીએ કર્યું છે, જ્યારે પ્રોડ્યુસર ફિરોઝ એ. નાડિયાડવાલા છે.
    Click here to Read More
    Previous Article
    સાઉથ એક્ટ્રેસના ઘરમાંથી મિત્રની લાશ મળી:કૃષિ થાપાંડાના ઘરમાં 45 વર્ષીય વેપારીએ ફાંસો લગાવી લીધો; ઘટના પહેલાં એક્ટ્રેસને કૉલ કર્યો હતો
    Next Article
    કૂવામાંથી યુવાન દંપતીના મૃતદેહ મળતા ચકચાર:મહીસાગરના વિરાણીયા ઉંદરા ગામમાં શોકનો માહોલ, પોલીસે તપાસ શરૂ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment