Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૂવામાંથી યુવાન દંપતીના મૃતદેહ મળતા ચકચાર:મહીસાગરના વિરાણીયા ઉંદરા ગામમાં શોકનો માહોલ, પોલીસે તપાસ શરૂ કરી

    4 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ઉંદરા ગામમાં એક હૃદયદ્રાવક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગામમાં મૃતકના ઘર નજીક આવેલા કૂવામાંથી યુવાન પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં કોઠંબા પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાણીયા ઉંદરા ગામના 26 વર્ષીય રાજેશભાઈ વજાભાઈ બારીયા અને તેમની 22 વર્ષીય પત્ની ગીતાબેન રાજેશભાઈ બારીયાના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. સ્થાનિકોએ કૂવામાં મૃતદેહો હોવાની જાણ પોલીસને કરતાં કોઠંબા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની મદદથી બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કોઠંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના તમામ પાસાઓની તપાસ માટે એફએસએલ (FSL)ની ટીમની પણ મદદ લેવામાં આવી છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે કોઠંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ બંનેના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'વેલકમ ટુ ધ જંગલ'એ એડવાન્સ બુકિંગમાં ₹1.34 કરોડની કમાણી કરી:ફિલ્મની 56 હજાર ટિકિટ વેચાઈ; નવા ગીત 'ઓ મેરે બલમ'માં સ્ટારકાસ્ટનો જોરદાર ડાન્સ
    Next Article
    લિંબાયતમાં મહિલાની સામે થૂંકી બિભત્સ ઇશારા કરનાર ‘બિલાલ’ કલાકોમાં જેલભેગો:શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment