Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં મહિલાની સામે થૂંકી બિભત્સ ઇશારા કરનાર ‘બિલાલ’ કલાકોમાં જેલભેગો:શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

    4 days ago

    સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક મહિલાની જાહેરમાં છેડતી કરી શારીરિક અડપલાં કરવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન લઈ ગણતરીના કલાકોમાં જ એક રીઢા ગુનેગારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પકડાયેલો આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મૂળ રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર મહિલા સામે થૂંકી પીછો કર્યો અને અડપલાં કર્યા બનાવની વિગત એવી છે કે, ગત 23 જૂનના રોજ લિંબાયત વિસ્તારમાં એક મહિલા પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં અચાનક આ વિસ્તારના રીઢા ગુનેગાર બિલાલ ખત્રીએ મહિલાની સામે ગુટખા ખાઈને થૂંક્યો હતો. ત્યારબાદ તેણે મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને તેની પાછળ-પાછળ જઈને અત્યંત ગંદા અને બિભત્સ ઈશારા કરવા લાગ્યો હતો. જ્યારે ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવીને આ કૃત્યનો વિરોધ કર્યો અને તેને ટોકવા ગઈ, ત્યારે નફ્ફટ બનેલા આરોપીએ મહિલા સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ હિન્દીમાં મહિલાને ધમકાવતા કીધું હતું કે, "અગર દુસરી બાર મેરે સામને આયી તો તુઝે છોડુંગા નહિ." આ રીતે જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કલાકોમાં જ દબોચ્યો આ ઘટનાથી અત્યંત ભયભીત થયેલી ભોગ-બનનાર મહિલાએ તાત્કાલિક લીંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે જાતીય સતામણી, શારીરિક અડપલા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી સઘન શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી બિલાલને પકડી પાડ્યો હતો. આરોપી 27 વર્ષનો બેકાર અને મૂળ રાજસ્થાનનો વતની લીંબાયત પોલીસે પકડેલા આરોપીની કડક પૂછપરછ કરતા તેની ઓળખ સામે આવી છે. પોલીસ રેકોર્ડ મુજબ, ધરપકડ કરાયેલા આરોપીનું નામ બિલાલ મોહમ્મદ ફારૂક ખત્રી (ઉં.વ. 27) છે. તે હાલ સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી પદમાવતી સોસાયટીની ગલી નંબર-2માં રહે છે. આરોપી કોઈ કામધંધો કરતો નથી અને બેકાર છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, તે મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના રેલવે સ્ટેશન પાછળ આવેલા નીસાયતીના મહોલ્લાનો વતની છે. તેનો ગુનાહિત ઈતિહાસ જોતા તે આ વિસ્તારનો માથાભારે અને રીઢો ગુનેગાર હોવાનું સાબિત થયું છે, જેની સામે પોલીસે કાયદાનો મુક્કો ઉગામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કૂવામાંથી યુવાન દંપતીના મૃતદેહ મળતા ચકચાર:મહીસાગરના વિરાણીયા ઉંદરા ગામમાં શોકનો માહોલ, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    Case Filed Over Ram Temple Donation Theft, 2 Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment