Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળકાના પિતા-પુત્રની વેપારી સાથે ₹13.29 લાખની છેતરપિંડી:માણેકચોકમાં દુકાનમાંથી સોનાની બંગડી ખરીદી રૂપિયા ન ચૂકવ્યા, અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ આચરી હતી

    12 hours ago

    ધોળકાના ઠગ જવેલર્સ પિતા-પુત્રે માણેકચોકના વેપારી પાસેથી ₹ 13.29 લાખની સોનાની બંગડીઓ ખરીદી રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી છે. વેપારીએ ઉઘરાણી માટે ફોન કર્યો હતો જે બંધ આવતા તપાસ કરી તો અન્ય વેપારી સાથે પણ આ પ્રકારે ઠગાઈ આચરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વેપારીએ બંને ઠગ સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોનાની બંગડી ખરીદી કરી પૈસા ન ચૂકવ્યા નવા વાડજમાં રહેતા પરેશકુમાર સોની માણેકચોકમાં જવેલર્સની દુકાન ધરાવે છે. જેમાં તેઓ ધોળકાના હરિ જવેલર્સના માલિક ઘનશ્યામ સોની અને તેના પુત્ર યશ સોની સાથે 5 વર્ષથી દાગીનાના વ્યવસ્થા સાથે જોડાયેલા છે. જેમાં પિતા પુત્રે ₹ 13.29 લાખની 115.280 ગ્રામ સોનાની બંગડીઓ ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ 30 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રૂપિયા આપતા ન હતા. જ્યારે બંનેને ફોન કરતા બંધ આવતા હતા. વેપારીની ખાડિયા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સામે ફરિયાદ બાદમાં પરેશકુમારે તપાસ કરતા બને ઠગ પિતા-પુત્ર અન્ય ઘણા વેપારીઓ પાસેથી પણ સોનાનો માલસામાન લઈ રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને સામે ધોળકા રુલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પરેશકુમારે પિતા-પુત્રી સામે સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શિકારના ઇરાદે પહોંચેલો શખ્સ ઝડપાયો:દેશી બંદૂક સાથે રૂ.39,750નો મુદ્દામાલ જપ્ત, એક ફરાર
    Next Article
    મોરબીના વેગડવાવના ખેડૂતોને વીજપોલ સામે 4 ગણું વળતર:MRC કમિટીની પ્રથમ બેઠકમાં કલેક્ટર દ્વારા મહત્ત્વનો નિર્ણય; તમામ ગામના ખેડૂતોને કમિટીમાં જોડાવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment