Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વેગડવાવના ખેડૂતોને વીજપોલ સામે 4 ગણું વળતર:MRC કમિટીની પ્રથમ બેઠકમાં કલેક્ટર દ્વારા મહત્ત્વનો નિર્ણય; તમામ ગામના ખેડૂતોને કમિટીમાં જોડાવા અપીલ

    13 hours ago

    મોરબી જિલ્લામાં વીજપોલ સામે ચાલી રહેલા વળતર આંદોલન વચ્ચે હળવદના વેગડવાવ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. માર્કેટ રેટ કમિટી (MRC) ની પ્રથમ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મળતા વળતર કરતાં 3 થી 4 ગણું વધુ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં 3 મહિનાથી વધુ સમયથી વળતર આંદોલન સક્રિય મોરબી જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ખેડૂતો વીજપોલ સામે યોગ્ય વળતરની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. સરકારે 4 જુલાઈ, 2026 ના રોજ પરિપત્ર જાહેર કરી કલેક્ટર, કંપની અને ખેડૂતના વેલ્યુઅર દ્વારા જમીનની બજાર કિંમતના બમણા રૂપિયા વળતર નક્કી કરવા MRC કમિટીની રચના કરી હતી. વેગડવાવ ગામે પ્રતિનિધિ આપતાં 4 ગણું વળતર મંજૂર સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી મોટાભાગના ગામના ખેડૂતો કમિટીમાં જોડાતા ન હતા, પરંતુ વેગડવાવ ગામે પોતાનો પ્રતિનિધિ આપ્યો હતો. જમીનનો વેલ્યુઅર દ્વારા ભાવ નક્કી કરાયા બાદ કલેક્ટર કચેરીમાં મળેલી કમિટીની પ્રથમ બેઠકમાં ખેડૂતોને 3 થી 4 ગણું વધુ વળતર આપવાનું નક્કી કરાયું હતું. અગાઉ 14.75 લાખ મેળવનારને 58 લાખથી વધુ મળશે કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગાઉ જેને ₹ 14.75 લાખ મળતા હતા તેમને હવે ₹. 58 લાખથી વધુ વળતર મળશે. વેગડવાવના ખેડૂત ભાવેશભાઈ ચાવડાએ પણ અગાઉ કરતાં 3 ગણું વળતર મળ્યાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે અન્ય તમામ ગામના ખેડૂતોને પણ આ કમિટીમાં જોડાઈ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધોળકાના પિતા-પુત્રની વેપારી સાથે ₹13.29 લાખની છેતરપિંડી:માણેકચોકમાં દુકાનમાંથી સોનાની બંગડી ખરીદી રૂપિયા ન ચૂકવ્યા, અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ આચરી હતી
    Next Article
    ભુજમાં LCBનો જુગાર પર દરોડો:9 શખ્સો ઝડપાયા, ₹12.66 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment