Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં LCBનો જુગાર પર દરોડો:9 શખ્સો ઝડપાયા, ₹12.66 લાખનો મુદ્દામાલ જપ્ત

    14 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ શહેરમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા GIDC વિસ્તારમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹12,66,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. LCB ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે GIDC વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ આવેલી લસણની ફેક્ટરીના ખુલ્લા વરંડામાં કેટલાક લોકો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતા LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. બાતમીના આધારે પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી તીન પત્તીનો જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ₹3,31,900 રોકડા, 52 નંગ ગંજીપાના, સાત મોબાઇલ ફોન અને પાંચ વાહનો સહિત કુલ ₹12,66,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા ઇસમોની ઓળખ વિમલ શશીકાંત જોષી, અનિલ ભરતભાઈ ઝાલા, નરેન્દ્રસિંહ દલપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા, મામદહુશેન અબ્દુલા કુંભાર, નરેન્દ્ર જસાભાઈ મહેશ્વરી, ભીખાલાલ વીરજી મહેશ્વરી, હર્ષ મહેશભાઈ જેઠી અને કિશોર માવજીભાઈ દબાસીયા તરીકે કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વેગડવાવના ખેડૂતોને વીજપોલ સામે 4 ગણું વળતર:MRC કમિટીની પ્રથમ બેઠકમાં કલેક્ટર દ્વારા મહત્ત્વનો નિર્ણય; તમામ ગામના ખેડૂતોને કમિટીમાં જોડાવા અપીલ
    Next Article
    Woman Reveals Reality Of Living In High-Rise Flats: 'There's Only Loneliness'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment