Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિકારના ઇરાદે પહોંચેલો શખ્સ ઝડપાયો:દેશી બંદૂક સાથે રૂ.39,750નો મુદ્દામાલ જપ્ત, એક ફરાર

    11 घंटे पहले

    પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ભુજ તાલુકાના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શિકારના ઇરાદે ગેરકાયદેસર હથિયાર સાથે પહોંચેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક, રોકડ, બે મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 39,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સંડોવાયેલો અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, GJ-12-EA-4724 નંબરની એફ.ઝેડ. મોટરસાઇકલ પર બે શખ્સો વાવડી સીમ વિસ્તારમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા આવ્યા છે. આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈ એક શખ્સ ફરાર થઈ ગયો હતો, જ્યારે નાના વરનોરા, મસ્જિદ સામે, ભુજ તાલુકાનો રહેવાસી 42 વર્ષીય જાકીર કાસમ મમણ ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલા જાકીર કાસમ મમણ પાસેથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. હથિયાર અંગે લાઇસન્સ કે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ કરવા જણાવતા તેની પાસે કોઈ પરવાનો ન હોવાનું જણાયું હતું. પોલીસે તેની પાસેથી બંદૂક ઉપરાંત રૂ. 3,750 રોકડા, બે મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 39,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં જાકીર કાસમ મમણ અને ફરાર રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો:ઘાયલને સારવાર માટે ખસેડાયો, અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે ઘટના
    Next Article
    ધોળકાના પિતા-પુત્રની વેપારી સાથે ₹13.29 લાખની છેતરપિંડી:માણેકચોકમાં દુકાનમાંથી સોનાની બંગડી ખરીદી રૂપિયા ન ચૂકવ્યા, અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ આચરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment