Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ રજૂ:કોઈ ટેક્સ વધારો નહીં, ઈ-વ્હીકલ-સોલર પર ભાર, ઝીરો વેસ્ટ લક્ષ્ય

    5 days ago

    નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરાયું હતું. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે બજેટની રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બજેટમાં શહેરીજનો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટની મુખ્ય હાઈલાઈટ્સમાં સામાન્ય જનતા પર કોઈ નવો વેરો નહીં, ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર ટેક્સ મુક્તિ, રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને સોલર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાતનો સમાવેશ થાય છે. આ પહેલ 'ગ્રીન નવસારી'ના નિર્માણ પર ભાર મૂકે છે. સ્વચ્છતાના ક્ષેત્રે, શહેરના વોર્ડને 'ઝીરો વેસ્ટ વોર્ડ' તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની જેમ નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. ગત બજેટમાં મનપા દ્વારા કુલ 37 વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી 8 કામો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય ટાઉન હોલનું નિર્માણ સામેલ છે. બાકીના 29 કામો હાલમાં પ્રગતિ હેઠળ છે અને આગામી સમયમાં પૂર્ણ થશે. આ વખતે બજેટ પૂર્વે નવસારી મનપાએ લોકોના મંતવ્યો મંગાવ્યા હતા. શહેરના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવીઓ દ્વારા ઈમેલ મારફતે 20થી વધુ રચનાત્મક સૂચનો મોકલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ સૂચનોનો અભ્યાસ કરી ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ માટે કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં શહેરના મુખ્ય માર્ગોના સુશોભીકરણ (બ્યુટીફિકેશન) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના નવા દરજ્જા મુજબ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ બજેટ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ખાસ કરીને ગ્રીન એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવસારીને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની નેમ વહીવટદારોએ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:‘હરિપર્વ’ પંચદિવસીય પારાયણનું આયોજન
    Next Article
    જામનગરમાં રૂ. 2.55 લાખની સોનાની બંગડીઓનો વિશ્વાસઘાત:મુખ્ય આરોપી ઝડપાયો; કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment