Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રૂ. 2.55 લાખની સોનાની બંગડીઓનો વિશ્વાસઘાત:મુખ્ય આરોપી ઝડપાયો; કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    5 days ago

    જામનગરમાં રૂ. 2.55 લાખની કિંમતની સોનાની બંગડીઓના વિશ્વાસઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને લાલ બંગલા પાસેથી પકડી પાડ્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે તેમના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણાને આપવા માટે ૬૦.૧૦૦ મિલીગ્રામ વજનની (૨૧.૫૭૦ ગ્રામ શુદ્ધ સોનું) રૂ. ૨,૫૫,૦૦૦ ની કિંમતની કોપર સોનાની બંગડીઓની એક જોડી આરોપી કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી. જોકે, આરોપી કેયુરે આ બંગડીઓ ગ્રાહકને પહોંચાડવાને બદલે જામનગરના મહાલક્ષ્મી ચોકમાં રહેતા રવિ સોની પાસે રૂ. ૧,૫૦,૦૦૦ માં ગીરવે મૂકી દીધી હતી. રવિ સોનીએ આ બંગડીઓ ઓગાળી નાખી કોઈ પણ આધાર-પુરાવા વગરનું સોનું પોતાની પાસે રાખી લીધું હતું. આ ગુનામાં જામનગરના જીગ્નેશ સોલંકીએ રવિ સોનીને બચાવવા માટે ખોટા નોટરી કરાર કરાવી આપી વિશ્વાસઘાતના ગુનામાં મદદગારી કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુલાબનગર પોલીસ ચોકીના પી.એસ.આઈ. ડી.જી.રાજ અને સ્ટાફના હેડ કોન્સ. નરેશભાઈ મેર તથા કોન્સ. હરેશભાઈ રંગપરા પેટ્રોલીંગમાં હતા. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી મળેલી બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને જામનગરના લાલ બંગલા નજીકથી પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી કેયુર અગાઉ પણ જામનગર અને રાજકોટમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. આ પ્રકરણમાં હજુ બે શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેમાં મહાલક્ષ્મી ચોક, જામનગરનો રવિ સોની, જેણે ગેરકાયદેસર રીતે સોનું ઓગાળ્યું હતું, અને જામનગરનો જીગ્નેશ સોલંકી, જેણે ખોટા દસ્તાવેજો બનાવી ગુનામાં મદદ કરી હતી, તેમની શોધખોળ ચાલુ છે. આ સફળ કામગીરી સીટી બી ડિવિઝનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.જી.રાજ, હેડ કોન્સ. નરેશભાઈ મેર, હરેશભાઈ રંગપરા અને ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ રજૂ:કોઈ ટેક્સ વધારો નહીં, ઈ-વ્હીકલ-સોલર પર ભાર, ઝીરો વેસ્ટ લક્ષ્ય
    Next Article
    "Strait Of Hormuz To The North": NDTV Ground Report From Persian Gulf

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment