Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક:ડેમની જળસપાટી 24.5 ફૂટે પહોંચી, ખેડૂતો અને જિલ્લામાં ખુશીનો માહોલ

    16 hours ago

    હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં અને અમરેલી પંથકમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની ભારે આવક શરૂ થઈ છે. બપોરથી શરૂ થયેલો પાણીનો ધસમસતો પ્રવાહ સાંજ સુધીમાં સતત વધ્યો છે, જેના કારણે ડેમની જળસપાટી 24.5 ફૂટ પર પહોંચી ગઈ છે. બીજી તરફ, અમરેલી પંથકનો ખોડિયાર ડેમ 80 ટકા ભરાઈ જતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અમરેલી અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના અનેક નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ કરી નદીના પટમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વિસ્ફોટક વધારો ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદ અને અમરેલીના ખોડિયાર ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે શેત્રુંજી ડેમની સ્થિતિ કલાક-દર-કલાક બદલાઈ રહી છે. ખોડિયાર ડેમ ૮૦% ભરાતાં તંત્રનો વોર્નિંગ મેસેજ અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલો ખોડિયાર ડેમ પોતાની પૂર્ણ સપાટીના ૮૦ ટકા ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે. આ સ્થિતિને પગલે નદીકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સાવધ કરી દેવાયા છે. એલર્ટ કરાયેલા ગામોની યાદી ખોડિયાર ડેમની જળસપાટીને પગલે તંત્ર દ્વારા નીચે મુજબના તાલુકાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ખેડૂતો અને જનતામાં ખુશીનો માહોલ ઉપરવાસમાં વરસાદ હજુ પણ યથાવત હોવાથી આગામી કલાકોમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક હજુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ધસમસતા પૂરના આ પ્રવાહને પગલે આગામી વર્ષ માટે પાણીની ચિંતા હળવી થતાં ખેડૂતો સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં રાહત અને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ:70 હથિયાર, 1 કટ્ટો, 3 એરગન, ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે; 3 આરોપી ઝડપાયા
    Next Article
    ‘Those looting Hindus in power’: Uddhav Thackeray targets BJP, kicks off ‘Ram Raksha’ agitation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment