Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ:70 હથિયાર, 1 કટ્ટો, 3 એરગન, ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે; 3 આરોપી ઝડપાયા

    9 hours ago

    માળીયા (મી) શહેર અને ખીરઈ ગામમાં તાજેતરમાં બનેલી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 70 ધારદાર હથિયારો, એક કટ્ટો, ત્રણ એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક પેરોલ જમ્પ કરનાર અને બે વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. મોરબી શહેર અને જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારી જેવા ગંભીર ગુનાઓ વધતા રેન્જ આઈજીની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરાયું હતું. એસપી મુકેશ પટેલની આગેવાની હેઠળ ડીવાયએસપી જે.એમ. આલા, સમીર સારડા, કે.એમ. પરમાર સહિત 15 પીઆઈ, 32 પીએસઆઈ અને 400 પોલીસ કર્મચારીઓની ટીમે માળીયા શહેર અને ખીરઈ ગામમાં ત્રણ કલાક સુધી સઘન તપાસ કરી હતી. એસપી મુકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન જુદી જુદી જગ્યાઓ પરથી ભાલા, તલવાર, છરી જેવા 70 જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત, એક કટ્ટો, ત્રણ એરગન અને 23 જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા હતા. એક સ્થળેથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પેરોલ જમ્પ કરનાર એક આરોપી તેમજ બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસપી પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય તાલુકા વિસ્તારોમાં પણ શરીર સંબંધિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે આવા જ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ ટી-20 વર્લ્ડકપ ફાઇનલ- ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં:ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-76/4; એલિસ કેપ્સી પછી હિથર નાઈટ પણ આઉટ
    Next Article
    ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક:ડેમની જળસપાટી 24.5 ફૂટે પહોંચી, ખેડૂતો અને જિલ્લામાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment