Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના ₹12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી:વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ-પુલની સ્થિતિની સમીક્ષા, શાળા-આંગણવાડીમાં બાળકોની સુવિધા પર ભાર

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં વિકાસકાર્યોને વેગ આપવા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા આયોજન સમિતિના ₹9.22 કરોડના 352 કામો તથા નગરપાલિકાના ₹3.33 કરોડના 33 કામો મળી કુલ ₹12.55 કરોડના 385 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં પ્રગતિ હેઠળના અને આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસકાર્યોની સમીક્ષા કરી ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. વેરાવળ, સૂત્રાપાડા, ઉના અને તાલાલાના ₹20 લાખના કામો મંજૂર બેઠકમાં 15% વિવેકાધિન અ.જા.પે.યો. જોગવાઈ હેઠળ ₹19 લાખના કામો ઉપરાંત 15% વિવેકાધિન સામાન્ય જોગવાઈ અંતર્ગત તાલાલા તાલુકાના ₹1.37 કરોડ, સૂત્રાપાડા તાલુકાના ₹1.30 કરોડ, ઉના તાલુકાના ₹1.78 કરોડ અને ગીરગઢડા તાલુકાના ₹1.82 કરોડના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી અપાઈ હતી. ખાસ પ્લાન યોજના હેઠળ વેરાવળ, સૂત્રાપાડા, ઉના અને તાલાલાના ₹20 લાખના કામો પણ મંજૂર કરાયા હતા. MPLADS અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ 265 કામોને મંજૂરી મળી છે, જેમાંથી 179 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે અને 53 કામો હાલમાં પ્રગતિ હેઠળ છે. પ્રભારી મંત્રીએ ગ્રાન્ટની મર્યાદામાં વહીવટી મંજૂરી સમયસર મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. અગાઉ મંજૂર થયેલા પરંતુ શરૂ ન થયેલા તેમજ પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ઓરડા, પીવાના પાણીની સુવિધા, એપ્રોચ રોડ, આંતરમાળખાકીય સુવિધાઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સંતુલિત વિકાસને પ્રાથમિકતા આપવા ભાર મૂકાયો હતો. વરસાદ બાદ રોડ-પુલની સ્થિતિની સમીક્ષા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તા અને પુલોની સ્થિતિ અંગે પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ સંબંધિત અધિકારીઓ પાસેથી માર્ગોની સ્થિતિનો ચિતાર મેળવી તમામ રસ્તાઓ ઝડપથી મોટરેબલ બને અને નાગરિકોને વાહનવ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે ત્વરિત સમારકામ કરવા સૂચના આપી હતી. વેરાવળ તાલુકાના કાજલી ગામ પાસે હિરણ નદી પરનો પુલ, તાલાલાના ગલિયાવડ પાસેનો હિરણ નદીનો પુલ, સૂત્રાપાડાના પ્રાચી ખાતે સરસ્વતી નદીનો પુલ, ઉનાના સીમાસી ગામે રૂપેણ નદીનો પુલ, ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર-માઈનોર બ્રિજ તથા ધોકડવા ખાતેના રાવલ બ્રિજ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ સહિત નાગરિકોની સલામતી માટે લેવાયેલા આગોતરા પગલાંની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. શાળા-આંગણવાડીમાં બાળકોની સુવિધા પર ભાર બેઠકમાં પ્રભારી મંત્રીએ જર્જરિત શૈક્ષણિક ઇમારતોના દુરસ્તીકરણને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ન પડે અને શાળા-આંગણવાડીમાં બાળકોને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સવિશેષ કાળજી રાખવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. જિલ્લામાં કુલ 1,166 આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તે પૈકી 598 ગ્રામ્ય અને 43 શહેરી આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત છે, જ્યારે 271 ગ્રામ્ય અને 254 શહેરી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. પોતાના મકાન વિનાના આંગણવાડી કેન્દ્રોમાંથી 182 માટે દરખાસ્ત, ટેન્ડરિંગ અને વર્ક ઓર્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જ્યારે 19 કેન્દ્રોના બાંધકામનું કામ પ્લિન્થ, સ્લેબ, લિન્ટલ અને ફિનિશિંગ લેવલ સુધી પ્રગતિમાં હોવાનું બેઠકમાં જણાવાયું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્યો ભગવાનભાઈ બારડ અને વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન હેઠળ સ્ટ્રીટલાઈટ, ગટર, સીસી રોડ, પેવર બ્લોક, એપ્રોચ રોડ, ડામર રોડ, ટીપર વાહન, સ્મશાનની કમ્પાઉન્ડ વોલ, આર.ઓ. પ્લાન્ટ, નાળા-પુલિયા, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને પાણી પુરવઠા સહિતના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેકુબપુરા દૂધ મંડળીની સાધારણ સભામાં ગેરરીતિના આક્ષેપ:14 દિવસના બદલે 1 જ દિવસ અગાઉ નોટિસ અપાતા વિરોધ, દૂધ સાગર ડેરીમાં રજૂઆત
    Next Article
    આવતીકાલે મનપા વોર્ડ 3 પેટાચૂંટણીનું મતદાન:​જૂનાગઢ વોર્ડ નંબર 3 ની ખાલી બેઠક પર આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન; 13,919 મતદારો નોંધાવશે પોતાનો મત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment