Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મનપા વોર્ડ 3 પેટાચૂંટણીનું મતદાન:​જૂનાગઢ વોર્ડ નંબર 3 ની ખાલી બેઠક પર આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન; 13,919 મતદારો નોંધાવશે પોતાનો મત

    8 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની ખાલી પડેલી એક બેઠક માટે આવતીકાલે 28 જુલાઈના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ જાહેર થયેલી આ પેટાચૂંટણીને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પેટાચૂંટણીમાં વોર્ડ નંબર 3 ના કુલ 13,919 મતાધિકાર ધરાવતા નાગરિકો માટે 18 જેટલા મતદાન બૂથોની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂરી કરવા માટે પોલિંગ સ્ટાફ અને ઓફિસ સ્ટાફ મળીને 150 થી વધુ કર્મચારીઓનો કાફલો ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણી સંબંધિત ઈવીએમ મશીનોની ફાળવણી અને ડિસ્પેચિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ છે, જ્યારે શાંતિ-સલામતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પેટાચૂંટણી પાછળનું મુખ્ય કારણ ભૂતકાળમાં ઘટેલી એક ગંભીર ગુનાહિત ઘટના છે. વોર્ડ નંબર 3 ના ભાજપના શાસક પક્ષના પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ગુજસીટોક હેઠળ અત્યંત ગંભીર ગુનો નોંધાયો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. કાયદાકીય જોગવાઈઓ અને સભાના નિયમો અનુસાર, પૂર્વ મંજૂરી વગર સતત ત્રણ મહિના સુધી સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેવા બદલ તત્કાલીન મનપા કમિશનરે 20 માર્ચ 2026 થી આ બેઠક સત્તાવાર રીતે ખાલી જાહેર કરી હતી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં શાસક પક્ષના કોઈ ચાલુ કોર્પોરેટર સામે ગુજસીટોક જેવા કડક કાયદાનો ઉપયોગ થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો બન્યો હતો. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે આ ગેંગ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સાથે જોડાયેલી હતી અને ડિસેમ્બર 2025 માં આશરે 305 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું, જેમાં ક્રિપ્ટોકરન્સી અને આંગડિયા મારફતે નાણાં દુબઈ મોકલવામાં આવતા હતા.ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશીએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અશરફ થઈમે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ​ચૂંટણીની વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી નિકુંજ ધુળાએ જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાશે અને ટૂંક સમયમાં જ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાશે. તેમણે વોર્ડ નંબર 3 ના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ વધુમાં વધુ સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. 18 બૂથ પર યોજાનાર આ મતદાન પ્રક્રિયા બાદ તમામ ઈવીએમ મશીનોને સુરક્ષિત રાખવામાં આવશે અને આગામી 30 જુલાઈના રોજ સવારે 9:00 વાગ્યાથી મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથના ₹12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી:વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ-પુલની સ્થિતિની સમીક્ષા, શાળા-આંગણવાડીમાં બાળકોની સુવિધા પર ભાર
    Next Article
    बिजनौर में चल रहे ड्राइविंग टेस्ट सेंटर और फिटनेस सेंटर पर सवालिया निशान? वीडियो भी हो रही है वायरल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment