Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેકુબપુરા દૂધ મંડળીની સાધારણ સભામાં ગેરરીતિના આક્ષેપ:14 દિવસના બદલે 1 જ દિવસ અગાઉ નોટિસ અપાતા વિરોધ, દૂધ સાગર ડેરીમાં રજૂઆત

    10 hours ago

    મહેકુબપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં ભારે ગેરરીતિ અને નિયમોના ઉલ્લંઘનનો ગંભીર મામલો સામે આવ્યો છે. સભા યોજવાના નિયમોનું ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે કારોબારીની જાહેરાત કરાઈ હોવાના આક્ષેપ સાથે મંડળીના સ્થાનિક સભાસદો અને ખાતાધારકો દ્વારા દૂધ સાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચેરમેનને લેખિતમાં ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે. 14 દિવસના બદલે માત્ર 1 દિવસ અગાઉ આપી નોટિસ સભાસદોના જણાવ્યા અનુસાર, મંડળીના નિયમ મુજબ સાધારણ સભા યોજવાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં તમામ સભાસદોને એજન્ડા અને લેખિત જાણ કરવાની હોય છે. પરંતુ આ નિયમનો સંપૂર્ણ અનાદર કરીને ગત 17 જુલાઈ 2026ના રોજ માત્ર એક જ દિવસ અગાઉ ડેરીના નોટિસ બોર્ડ પર સભા અંગેની જાહેરાત મૂકવામાં આવી હતી. ત્યારબાદ 18 જુલાઈના રોજ ગામની પ્રાથમિક શાળા ખાતે SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ની બેઠક ચાલતી હતી. તે દરમિયાન જ માત્ર 20થી 25 લોકોની હાજરીમાં ઉતાવળિયે દૂધ મંડળીની સાધારણ સભા આટોપી લેવામાં આવી હતી. લોકશાહીનું ગળુ ઘોંટાયાનો સભાસદોનો આક્ષેપ રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોકશાહી ઢબે કારોબારીની યોગ્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાને બદલે સત્તાધીશો દ્વારા મનગમતા સભ્યોના નામો નક્કી કરી લેવામાં આવ્યા છે. મંડળીના સભાસદોએ આ અંગે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારે સભા પૂર્ણ બતાવીને લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સભા રદ કરી ફરી યોજવા માંગ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર સભા રદ કરવામાં આવે અને નિયમાનુસાર તમામ સભાસદોને યોગ્ય જાણ કરીને ફરીથી સાધારણ સભા યોજવામાં આવે એવી અપીલ અને માંગણી દૂધ સાગર ડેરીના ઉચ્ચ તંત્ર સમક્ષ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ કુલપતિના આવ્યા બાદ 80 લાખનો ખર્ચ 4 કરોડ થયો:યુનિવર્સિટીના એકાઉન્ટને બદલે પર્સનલ ખાતામાં ગ્રાન્ટ જતી હોવાનો ABVPનો દાવો, જાણો શું શું માંગ કરી?
    Next Article
    ગીર સોમનાથના ₹12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી:વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ-પુલની સ્થિતિની સમીક્ષા, શાળા-આંગણવાડીમાં બાળકોની સુવિધા પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment