Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કુલપતિના આવ્યા બાદ 80 લાખનો ખર્ચ 4 કરોડ થયો:યુનિવર્સિટીના એકાઉન્ટને બદલે પર્સનલ ખાતામાં ગ્રાન્ટ જતી હોવાનો ABVPનો દાવો, જાણો શું શું માંગ કરી?

    11 hours ago

    ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી નિમણૂક અને ગ્રાન્ટને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. પૂર્વ કુલપતિનું એકાઉન્ટ હજુ પણ આઈ.કે.એસ. સેન્ટરમાં મળતી ગ્રાન્ટમાં લિંક હોવાનો દાવો પણ કર્યો હતો. તેમજ જે 20 કરોડની ગ્રાન્ટમાંથી 8 કરોડ જેટલી ગ્રાન્ટ વાપરી દેવાઈ છે. જેની યોગ્ય તપાસ કરી યુનિવર્સિટીનું એકાઉન્ટ તેમાં લિંક કરવાની ઇન્ચાર્જ કુલપતિ પાસે માંગ કરી હતી. તેમજ જે ખર્ચ 80 લાખ થતો હતો તે ખર્ચ નીરજા ગુપ્તા આવ્યા પછી 4 કરોડથી પણ વધુ થઈ ગયો હોવાનો વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો હતો. ABVPએ શું શું માંગ કરી? 1.પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થયાને એક મહિનો થવા આવ્યો છતાં પ્રધાનમંત્રી જન વિકાસ યોજનાની ગ્રાન્ટ જે 20 કરોડ રૂપિયા આવે છે. તેમાં પૂર્વ કુલપતિનું ખાતું લિંક હોવાથી આ ગ્રાન્ટ તેમના પર્સનલ એકાઉન્ટમાં જાય છે. તેમજ ગ્રાન્ટના પૈસા ક્યાં વપરાયા છે તેનો હિસાબ આપવો. 2. નીરજા ગુપ્તા હજુ પણ IKS ડિપાર્ટમેન્ટમાં ચાલતા સેન્ટર ફોર જૈન મનુ સ્ક્રિપ્ટોલોજીમાં ચેરમેન પદે હજુ કાર્યરત છે. તેમજ પૂર્વ કુલપતિના PHDના વિદ્યાર્થી હોવાથી લાયકાત ન ધરાવતા હોવા છતાં CPC અને કે.એસ ડિપાર્ટમેન્ટમાં એક જ વ્યક્તિને ચાર્જ સોપી બે અલગ અલગ પગાર ચૂકવવામાં આવે છે. જેથી યુનિવર્સિટીમાં એન્જિનિયર, ચીફ એકાઉન્ટ્સ ઓફિસર, ફાયર ઓફિસર અને લીગલ ઓફિસર તથા, GUSEC-AICમાં થયેલી ભરતી, CPCમાં ડિપાર્ટમેંટમાં થયેલી ડાયરેક્ટરની નિમણૂક, નિયમો, ઠરાવો અને નાણાકીય મંજૂરીઓની તપાસ કરવામાં આવે. તેમને મળતું વેતન તાત્કાલિક અટકાવી જવાબદારીથી દૂર કરવામાં આવે અને અગાઉ ચૂકવેલી રકમની રિકવરી કરો. 3. GUSEC-AICમાં માત્ર ચાર અધિકારીઓના વેતન પાછળ અગાઉ અંદાજે વાર્ષિક ₹29,40,000 જેટલો ખર્ચ થતો હતો, જે હાલમાં વધીને આશરે વાર્ષિક ₹1,05,00000 જેટલો થયો હોવાનું જાણવા મળે છે.આ ચાર અધિકારીઓમાં ચેરમેનને દર મહિને ₹5,00,000 તથા ડેપ્યુટી સ્તરના એક અધિકારીને દર મહિને આશરે ₹2,50,000 જેટલું વેતન ચૂકવવામાં આવે છે. 4. વહીવટી વિભાગમાં યુનિવર્સિટી એન્જિનિયર, ઇન્ચાર્જ ચીફ એકાઉન્ટ્સ ઓફિસર, ફાયર ઓફિસર તથા લીગલ ઓફિસર સ્થાનો ઊભી કરી તેના પર થયેલી ભરતીને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ આ હોદ્દાઓ માટે અંદાજે વાર્ષિક 80,00,00 જેટલો ખર્ચ થતો હતો, જે હાલ વધીને આશરે વાર્ષિક ₹46,50,000 જેટલો થયો છે. આટલા મોટા પ્રમાણમાં થયેલા ખર્ચના વધારા પાછળના કારણો, ભરતીની આવશ્યકતા અને નાણાકીય મંજૂરીની પ્રક્રિયાની તપાસ થવી જરૂરી છે. 5. યુનિવર્સિટી જેવી જાહેર શૈક્ષણિક સંસ્થામાં આટલું ઊંચું વેતન કયા નિયમો, કયા ઠરાવો અને કઈ નાણાકીય મંજૂરીના આધારે નક્કી કરવામાં આવ્યું, તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે રાજ્યના વરિષ્ઠ જાહેર અધિકારીઓ માટે પણ વેતન માળખું નિયમબદ્ધ હોય છે, ત્યારે યુનિવર્સિટીના આવા હોદ્દાઓ માટે આટલું ઊંચું વેતન નક્કી કરવાની આવશ્યકતા અને પ્રક્રિયાની પણ સંપૂર્ણ તપાસ તથા જરૂર જણાય તો તે રકમની રિકવરી થવી જરૂરી છે. પસંદગીના લોકોનો મુખ્યમંત્રી અને કલેક્ટર કરતા પણ વધુ પગાર: ABVP ABVP કર્ણાવતી મહાનગર મંત્રી ધ્રુમિલ અખાણીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના પૈસા અને સરકારી જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટને ક્યાંકને ક્યાંક પસંદગીના લોકોમાં લ્હાણી કરવાની વાત સામે આવી છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા એવા લોકો છે જેમને ડિરેક્ટરની પોસ્ટ ઉપર એક ચીફ મિનિસ્ટર અને કલેક્ટર કરતાં પણ વધારે પગાર, એટલે કે પાંચ-પાંચ લાખ રૂપિયા પગાર આપીને ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ઘણા ડિરેક્ટરો પાસે કોઈ શૈક્ષણિક લાયકાત નથી કે તેઓ કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ફિટ થતા નથી. યુજીસીની ગાઈડલાઈનો વિરુદ્ધ અને પે-સ્કેલની બહાર જઈને ભરતીઓ કરવામાં આવી છે. આઈ.કે.એસ. સેન્ટરમાં આવતી સરકારી ગ્રાન્ટમાં ક્યાંકને ક્યાંક પૂર્વ કુલપતિનું પોતાનું પર્સનલ એકાઉન્ટ લિંક કરેલું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેથી અમે માંગણી કરે છે કે તે ખાતું હટાવી યુનિવર્સિટીનું ખાતું લિંક કરવામાં આવે અને લાયકાત વગરના ડિરેક્ટરોને ત્વરિત દૂર કરવામાં આવે. તેમજ જે પાંચ-પાંચ લાખ રૂપિયા કયા નિયમ મુજબ અપાય છે તેનો ખુલાસો યુનિવર્સિટી કરે તેવી અમારી માંગ છે. અમારી સ્પષ્ટ માંગ છે કે આગામી 24 કલાકની અંદર આવી ગેરરીતિવાળી નિમણૂકો દૂર કરી જે પૈસાની લ્હાણી કરી છે તેની રિકવરી કરવામાં આવે. જો નિર્ણય નહીં લેવાય તો મોટું આંદોલન કરાશે. જીયુસેક ડિપાર્ટમેન્ટમાં કોઈપણ એડવર્ટાઇઝમેન્ટ કે ઇન્ટરવ્યુ વગર SBIના એક જૂના રિટાયર્ડ કર્મચારીને ડિરેક્ટર બનાવી 5 લાખ પગાર આપવામાં આવે છે. તેઓ કોઈ સાયન્ટિસ્ટ કે શિક્ષણવિદ નથી. આ જ વ્યક્તિને બીજા CPC ડિપાર્ટમેન્ટનો પણ ચાર્જ સોંપીને બે પગાર આપવામાં આવે છે. આ બે પગાર બંધ કરી અત્યાર સુધીના નાણાંની રિકવરી કરવામાં આવે એવી અમારી માંગ છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ABVPના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને એમની ઉગ્ર રજૂઆત હતી કે યુનિવર્સિટીમાં કેટલાક લોકોની ભરતી નિયમ પ્રમાણે નથી થઈ. એમના આક્ષેપ છે કે 5 લાખ જેવો માતબર પગાર ચૂકવવામાં આવે છે અને ભરતીમાં યોગ્ય લાયકાતનું ધ્યાન રખાયું નથી. યુનિવર્સિટી આ બાબતની ખૂબ ગંભીરતાથી નોંધ લે છે અને યોગ્ય તપાસ કરશે. જો આવું કંઈ પણ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવાશે. પૂર્વ કુલપતિનું ખાતું પણ લિંક હોવાના દાવાને લઈને તેની સત્યતા અને નિયમો તપાસ કરાશે. સામાન્ય રીતે કોઈ પણ પૂર્વ કુલપતિ નિવૃત્ત થયા પછી યુનિવર્સિટીમાં બીજા કોઈ પણ હોદ્દા પર રહેતા હોતા નથી. આ બાબતની પણ ચોક્કસ તપાસ કરીને જે પણ યોગ્ય હશે તે નિર્ણય લેવામાં આવશે. 2023 પહેલા કેટલો પગાર ચૂકવાતો અને પૂર્વ કુલપતિના આવ્યા બાદ મહિને કેટલો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. 1. પહેલા GUSECમાં CO રાહુલ ભાગચંદાણીનો 1.20 લાખ પગાર હતો જ્યારે અત્યારે શ્રીનિવાસ રાવને 5 લાખ ચૂકવાય છે. 2. GUSECમાં કો-ઓર્ડિનેટરને પહેલા 60 હજાર અને 40 હજાર ચૂકવાતા અત્યારે 2.50 લાખ અને 1.25 લાખ ચૂકવાય છે. 3. યુનિવર્સિટી એન્જિનિયર પહેલા 60 હજાર અત્યારે 1.50 લાખ પગાર છે. 4. ફાયર ઓફિસર પહેલા NILL અત્યારે 60 હજાર પગાર છે. 5.લીગલ ઓફિસર પહેલા NILL અત્યારે 40 હજાર પગાર છે. 6. વિઝિટિંગ ફેકલ્ટીને વાર્ષિક 50 લાખ પગાર ચૂકવાય છે. 7. પીઓપી જેમાં 10 લોકોને અત્યારે એક વ્યક્તિ દીઠ 2.25 લાખ ચૂકવાય છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાના માહોલ વચ્ચે રોગચાળો વકર્યો:રાજકોટમાં માત્ર એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના કુલ 2215 કેસ નોંધાયા, આરોગ્યતંત્ર દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ
    Next Article
    મહેકુબપુરા દૂધ મંડળીની સાધારણ સભામાં ગેરરીતિના આક્ષેપ:14 દિવસના બદલે 1 જ દિવસ અગાઉ નોટિસ અપાતા વિરોધ, દૂધ સાગર ડેરીમાં રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment