Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ₹1,250 કરોડના ખર્ચે દેશનું સૌથી આધુનિક MMTH તૈયાર થશે:રેલવે, મેટ્રો અને બસ કનેક્ટિવિટી એક જ છત નીચે મળશે; ડિસેમ્બર-2027 સુધીમાં સંપૂર્ણ કાર્યરત કરવાનો લક્ષ્યાંક

    एक दिन पहले

    હીરા અને ટેક્સટાઇલ નગરી સુરતને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH)ની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ ‘સિટકો’ (SITCO) દ્વારા કુલ 2.5 લાખ ચોરસ મીટરના વિશાળ પરિસરમાં ₹1,250 કરોડથી વધુના ખર્ચે આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. બે તબક્કામાં ચાલી રહેલા કામકાજ પૈકી ફેઝ-1 નું 51% અને ફેઝ-2 (એલિવેટેડ કોરિડોર)નું 42% કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. આ હબને ડિસેમ્બર-2027 સુધીમાં લોકોની સેવા માટે સંપૂર્ણ સુસજ્જ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. દૈનિક 6.25 લાખ મુસાફરોની ક્ષમતા સાથે 6 ગેટ્સ બનશે સુરત MMTH દેશમાં ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) ક્ષેત્રે નવું સીમાચિહ્ન સાબિત થશે. આ કેન્દ્રમાં ભારતીય રેલવે, GSRTC ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ (ISBT), પાલિકાની સિટી બસ, બીઆરટીએસ (BRTS) તેમજ ભવિષ્યમાં આકાર લેનારી મેટ્રો સેવાને એકીકૃત કરી દેવાશે. મુસાફરોની સરળ અવરજવર માટે 6 વિશાળ એન્ટ્રી-એક્ઝિટ ગેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મહાકાય હબ દરરોજ 6.25 લાખથી વધુ મુસાફરોની અવરજવરનું સરળતાથી સંચાલન કરી શકશે. ફેઝ-1: ₹877.78 કરોડના ખર્ચે બિલ્ડિંગ-કોન્કોર્સનું નિર્માણ ડિસેમ્બર 2022થી પ્રારંભ થયેલા ફેઝ-1 અંતર્ગત ₹877.78 કરોડના ખર્ચે સ્ટેશન અને ટર્મિનલનું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે: ફેઝ-2: ₹372.91 કરોડના ખર્ચે 5 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર અને 2 ઓવરબ્રિજ ઓગસ્ટ 2024થી હાથ ધરાયેલા ફેઝ-2 હેઠળ સ્ટેશન પરિસરની આસપાસ ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હળવી કરવા 5 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવાઈ રહ્યો છે. તેમાં 54 મીટર અને 92 મીટર સ્પાનના બે અત્યાધુનિક રેલવે ઓવરબ્રિજ (ROB) સામેલ છે, જે પૈકી પ્રથમ બ્રિજમાં પાઇલિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના 4.8 કિમી રોડ સેક્શનમાં 605 પાઇલ્સ અને 90 પિયર્સ તૈયાર થઈ ચૂક્યા છે અને ડેક સ્લેબ કાસ્ટિંગ તેજીથી ચાલી રહ્યું છે. ગ્રીન બિલ્ડિંગ ધોરણો અને સ્માર્ટ કમાન્ડ સિસ્ટમ મુસાફરોની સગવડતા માટે સમગ્ર સંકુલમાં 40 આધુનિક લિફ્ટ અને 70 એસ્કેલેટર મુકાશે, જે સંપૂર્ણપણે દિવ્યાંગ-ફ્રેન્ડલી હશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ માટે ઇમારતને IGBC પ્લેટિનમ રેટિંગ ધોરણો મુજબ આકાર અપાઈ રહ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થાપન માટે સમગ્ર પરિસરમાં SCADA અને સેન્ટ્રલ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) કાર્યરત રહેશે. મલ્ટિપ્લેક્સ, પ્રીમિયમ મોલ અને હોસ્પિટાલિટી સેન્ટર ખીલશે આ મલ્ટી મોડલ હબ માત્ર પરિવહન પૂરતું સીમિત ન રહેતાં સુરતનું નવું કમર્શિયલ હબ બનશે. સ્ટેશન કોન્કોર્સ અને ટર્મિનલના ઉપરના માળ પર મલ્ટિપ્લેક્સ સિનેમા, રિટેલ શોપિંગ મોલ, પ્રીમિયમ કોર્પોરેટ ઓફિસો તેમજ વૈભવી હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સ વિકસાવવામાં આવશે, જે સુરતના વેપાર-ઉદ્યોગ અને પર્યટનને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે.
    Click here to Read More
    Previous Article
    રવાપરમાં ગણેશ વિસર્જન યાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ:મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા, ગામ ગણેશ ભક્તિમાં રંગાયું
    Next Article
    આવતીકાલે મનપાનું જનરલ બોર્ડ યોજાશે:રાજકોટમાં જન્મ-મરણની 10,000થી વધુ અટવાયેલી અરજી, આવાસ, ટીપી સહિતનાં પ્રશ્ને હોબાળો થવાની શક્યતા, અધિકારીઓમાં ભારે દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment