Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવાપરમાં ગણેશ વિસર્જન યાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ:મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા, ગામ ગણેશ ભક્તિમાં રંગાયું

    1 day ago

    રવાપર ગામમાં આ વર્ષે ગણેશ મહોત્સવ ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર રહ્યો હતો. શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ અને ગણેશ યુવક મંડળ દ્વારા ત્રણ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આખો રવાપર વિસ્તાર 'રવાપરના રાજા' ગણેશની ભક્તિમાં રંગાઈ ગયો હતો. મહોત્સવના પહેલા દિવસે સિદ્ધિવિનાયક મંદિર ખાતે પૂજન અને આરતી સાથે ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા. ત્યારબાદ ગણેશજીની મૂર્તિને દાતા સ્વર્ગસ્થ ગોદાવરીબેન વિશનજી રૂપારેલ પરિવારના કાર્યાલય ખાતે લઈ જઈ પૂજન-અર્ચન કરાયું હતું. મુખ્ય માર્ગો, મેન બજાર અને બસ સ્ટેશન થઈ શિવ મંદિર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વરસાદ વચ્ચે પણ રવાપર લોહાણા મહાજનવાડી ખાતે જીવણભાઈ ગઢવી અને પ્રવિણદાનભાઈ ગઢવીની સંતવાણીનો શ્રોતાઓએ આનંદ લીધો હતો. બીજા દિવસે શ્રી કરણીદાન ગઢવી પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. ત્યારબાદ ભગવાન જોશી પાર્ટી સાથે રાસ-દાંડિયારાસ અને મહાઆરતીનું આયોજન થયું હતું. ડો. ચિરાગભાઈ એન. પટેલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. રાત્રે મોમાઈ મોરા રામામંડળ દ્વારા રામદેવપીરનું આખ્યાન રજૂ કરાયું હતું. વિવિધ ધાર્મિક પ્રસંગોના ચડાવા અને સેવાઓમાં ભાવિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્રીજા દિવસે શિવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનોની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાતાઓ સહિત ઘણા મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ આહીર, રામદેવસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. સહિત અધિકારીઓ, મહાલક્ષ્મી એમ.ડી.ઓ. ઝા, રવાપર ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ રૂપારેલ, તાલુકા પંચાયત સભ્ય અશ્વિન રૂપારેલ અને જિલ્લા પંચાયત સભ્ય નેહા રૂપારેલનું ખાસ સન્માન કરાયું હતું. આ પછી શિવ મંદિરથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. આશરે 25 ઢોલ-શરણાઈના તાલ અને ડીજેના સંગીત સાથે નીકળેલી યાત્રામાં યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે યુવાનો ગણેશભક્તિના રંગે રંગાયા હતા. આખો રવાપર વિસ્તાર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મહોત્સવને સફળ બનાવવા મંડળના પ્રમુખ, હોદ્દેદારો, જૂની ટીમના સભ્યો અને કાર્યકરોએ ઘણી મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાણકી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ કરનાર કંપનીને રાષ્ટ્રીય સન્માન:જટિલ પ્રોજેક્શન મેપિંગ માટે ઓરા બ્રાઈટ લાઈટ ઈન્ડિયાને એક જ પ્રોજેક્ટ માટે બીજું રાષ્ટ્રીય સન્માન
    Next Article
    સુરતમાં ₹1,250 કરોડના ખર્ચે દેશનું સૌથી આધુનિક MMTH તૈયાર થશે:રેલવે, મેટ્રો અને બસ કનેક્ટિવિટી એક જ છત નીચે મળશે; ડિસેમ્બર-2027 સુધીમાં સંપૂર્ણ કાર્યરત કરવાનો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment