Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પવિત્ર બંધન:ભાભી માટે બ્રેસલેટ અને બહેન માટે 3D, બોકસવાળા અને કસ્ટમાઇઝ કવર લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

    18 hours ago

    રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરની બજારમાં રાખડીઓની ખરીદીનો માહોલ જામ્યો છે. આ વર્ષે પરંપરાગત રાખડીઓની સાથે અવનવી ડિઝાઇન, થીમ અને ગિફ્ટ સાથેની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને આકર્ષે તેવી રાખડીઓની નવી વેરાયટી બજારમાં આવી છે. આ વર્ષે રાખડીઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી ડિઝાઇનમાં બોડિંગ પાસવાળી રાખડીનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રાખડીથી કંઈક અલગ અને આકર્ષક રાખડી ખરીદવા માગતા લોકો માટે આ ડિઝાઇન ખાસ પસંદગી બની રહી છે. વિવિધ રંગ અને ડિઝાઇનમાં રાખડીઓ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને પણ પસંદગી માટે અનેક વિકલ્પો મળી રહ્યા છે. બાળકો માટેની રાખડીઓમાં પણ નવીનતા જોવા મળી રહી છે. રાખડીની સાથે ગિફ્ટ હોય તેવા કોમ્બિનેશન ઉપરાંત ડિજિટલ કેમેરા સાથેની રાખડી અને લુડો જેવી ગેમ સાથેની રાખડીઓ પણ બજારમાં જોવા મળી રહી છે. જેથી બાળકો માટે રાખડી માત્ર પરંપરા નહીં પરંતુ રમકડા અને ગિફ્ટનું આકર્ષણ પણ બની રહી છે. આમ, રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને જામનગરની બજારમાં રાખડીથી લઈને ગિફ્ટ અને પૈસાના કવર સુધી નવીનતાનો રંગ જોવા મળી રહ્યો છે. પરંપરાગત તહેવારમાં આધુનિક ડિઝાઇનનો ટચ ઉમેરાતાં આ વર્ષની રાખડીની ખરીદીમાં પણ અલગ જ આકર્ષણ જોવા મળી રહ્યું છે. બોક્સવાળા કવર બજારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર‎ ભાઈ દ્વારા બહેનને રાખડી સાથે પૈસા આપવાની પરંપરામાં પણ હવે નવીનતા જોવા મળી રહી‎છે. સામાન્ય કવરની જગ્યાએ 3D, કસ્ટમાઇઝ અને બોક્સવાળા કવર બજારમાં ખાસ આકર્ષણનું‎કેન્દ્ર બન્યા છે. બહેનનું નામ, ખાસ સંદેશ કે સંબંધને અનુરૂપ ડિઝાઇન સાથે તૈયાર થતા‎કસ્ટમાઇઝ કવર ગિફ્ટને વધુ ખાસ બનાવી રહ્યા છે.‎
    Click here to Read More
    Previous Article
    હળદર પાકે તે પહેલાં જ હજારી ગોટાની આવક શરૂ:દડીયાના ખેડૂતનો નવતર પ્રયોગ, 5 વીઘામાં હળદર તુવેર-ગલગોટાનું વાવેતર, એક સાથે મળશે ત્રણ પાક
    Next Article
    ધોરણ 9ની ગુજરાતી વિષયની બુકના એક પેજમાં 16 ભૂલ!:પ્રોફેસરોએ પેજ વાઈઝ ભૂલો બતાવી, 2017માં જ ભોપાળું છતું કર્યું તો પણ 10 વર્ષ સુધી ભૂલ ન સુધારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment