Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદમાં જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના થઈ:પ્રથમ શપથવિધિમાં ડો. દેવાંગભાઈ પટેલ પ્રમુખ અને પ્રવિણભાઈ ખાચર સેક્રેટરી બન્યા

    15 hours ago

    જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પાળીયાદમાં નવા જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના અને પ્રથમ શપથવિધિ યોજાઈ. પાંજરાપોળ ગૌશાળા, બાબરકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડો. દેવાંગભાઈ પટેલ પ્રમુખ અને પ્રવિણભાઈ ખાચર સેક્રેટરી બન્યા.જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સાથે જોડાયેલા નવા ગ્રુપના સભ્યોને ફેડરેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઈ રોજેશરાએ શપથ લેવડાવ્યા. ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ બારભાયા અને મેહુલભાઈ બલિયા, જ્યારે ખજાનચી તરીકે કનુભાઈ ખાચરે શપથ લીધા. હોદ્દેદારો અને કારોબારી સભ્યોને શપથવિધિ અધિકારી કલાબેન રાવલે શપથ લેવડાવ્યા. કાર્યક્રમમાં જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3-Bના ઉપપ્રમુખ ડો. કે.બી. શાહ, ઓફિસર સી.એલ. ભીકડિયા, યુનિટ ડાયરેક્ટર કલાબેન રાવલ, પૂર્વ પ્રમુખ કેતનભાઈ રોજેશરા, નિલેશભાઈ કોઠારી, લાલજીભાઈ કલથીયા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કળથીયા હાજર રહ્યા. ઉપપ્રમુખ દીપકભાઈ માથુકિયા, સેક્રેટરી દર્શનભાઈ પટેલ, રાજુભાઈ ડેરૈયા, મુકેશભાઈ જોટાણીયા, કલ્પેશભાઈ ગાંધી, ડો. બદ્રુકિયાભાઈ, મન્સુરભાઈ ખલ્યાની, યોગેશભાઈ શેઠ અને જયદીપભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત જાયન્ટ્સ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ શપથવિધિ અને પ્રાસંગિક ઉદબોધન યોજાયાં. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સેક્રેટરી દર્શનભાઈ પટેલે કર્યું. કાર્યક્રમ બાદ મહેમાનોએ હોટલમાં સાથે ભોજન લીધું. કાર્યક્રમની વ્યવસ્થા માટે મુકેશભાઈ જોટાણીયા અને રાજુભાઈ ડેરૈયાએ મહેનત કરી.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુના થાંગણા ગામે પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા:ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ, PIએ કહ્યું-ફરિયાદ નોંધાયા બાદ વિગતો આપીશું
    Next Article
    સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરૂ:દિવાળી વેકેશનમાં ભક્તો માટે બનશે વિશેષ આકર્ષણ, શનિવાર-રવિવાર અને તહેવારોમાં બે શોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment