Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં કાજલબેન હત્યા કેસના આરોપીને ઝડપી પાડનાર PIનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને ટીમે રજવાડી તલવાર આપી સન્માન કર્યું

    6 hours ago

    ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના PI ઉનડકટનું સન્માન કરવામાં આવ્યું છે. તેમને ભાવનગરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વોમાં ભય પેદા કરવા બદલ સન્માનિત કરાયા હતા. બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને તેમની ટીમે આ સન્માન કર્યું હતું. આ સન્માનનું મુખ્ય કારણ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પર થયેલી કાજલબેનની હત્યાનો કેસ હતો. કાજલબેનની હત્યા તેના પૂર્વ પ્રેમી ફેઝલે જાહેરમાં કરી હતી. PI ઉનડકટે ગણતરીના કલાકોમાં હત્યારા ફેઝલને પકડી પાડ્યો હતો. હત્યારા ફેઝલને એસ.ટી. બસ સ્ટેન્ડ પર લાવવામાં આવ્યો, જ્યાં કાજલબેનની હત્યા કરવામાં આવી હતી. PI ઉનડકટની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમની કામગીરી બદલ તેમને અભિનંદન મળી રહ્યા હતા. PI ઉનડકટની આ કડક કાર્યવાહીથી ખુશ થઈને બોટાદથી ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને તેમની ટીમ ભાવનગર આવ્યા હતા. તેમણે PI ઉનડકટને રજવાડી કેસરિયો સાફો બાંધી, સાફામાં કલંગી લગાડી, શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી અને પુષ્પમાળા પહેરાવી વિશેષ સન્માન કર્યું. આ પ્રસંગે અશોકભાઈ ધાધલ, મુન્નાભાઈ ખાચર અને અન્ય ગૌરક્ષકો પણ હાજર રહ્યા હતા. આ માહિતી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં અજાણ્યા મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાયો:નર્મદા કેનાલમાંથી મળેલા મૃતદેહને શ્મશાને લઈ જવામાં પાલિકાની બેદરકારી
    Next Article
    બાળકી બોલી-'GEN-Z નહીં દુર્ગા છું', PMએ કહ્યું-ભારતની રક્ષા કરજો:મોદીએ નવસારીમાં ‘નમો કમલમ્’નું લોકાર્પણ કર્યું, 40 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું, જુઓ અંદરનો નજારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment