Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મનપાનું જનરલ બોર્ડ યોજાશે:રાજકોટમાં જન્મ-મરણની 10,000થી વધુ અટવાયેલી અરજી, આવાસ, ટીપી સહિતનાં પ્રશ્ને હોબાળો થવાની શક્યતા, અધિકારીઓમાં ભારે દોડધામ

    1 day ago

    રાજકોટ મનપાની સામાન્ય સભા આવતીકાલે સવારે 11 કલાકે મેયર નેહલ શુકલના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ સામાન્ય સભામાં શહેરના અનેક સળગતા પ્રશ્નો અને લોકહિતના મુદ્દાઓ અંગે ભારે ચર્ચા વિચારણા થવાની શક્યતા છે. બોર્ડમાં 10 જેટલા કોર્પોરેટરો દ્વારા કુલ 23 જેટલા તીખા પ્રશ્નો રજૂ કરાયા છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપનાં 7 કોર્પોરેટરોનાં 15 પ્રશ્નો અને વિપક્ષ કોંગ્રેસના 3 નગરસેવકોના 8 પ્રશ્નો છે. બંને પક્ષો તરફથી રજૂ થયેલા આ પ્રશ્નોના જવાબો તૈયાર કરવા વિજીલન્સ, ટાઉન પ્લાનિંગ (TP) અને જન્મ-મરણ નોંધણી વિભાગ જેવા મહત્વના વિભાગોના અધિકારીઓને મોટું હોમવર્ક કરવું પડ્યું હોય અધિકારીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. સામાન્ય સભાની પ્રશ્નોત્તરી કાળની શરૂઆત વોર્ડ નંબર 5ના ભાજપના નગરસેવક સંજય ચાવડાના પ્રશ્નથી થશે. તેમણે મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલી આવાસ યોજનાઓ, કયા વિસ્તારોમાંથી ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને વિસ્થાપિતો તથા આશ્રિતોને આવાસો ફાળવવામાં આવ્યા છે તેમજ મનપા પાસે હાલ કેટલી જગ્યાનો પ્રત્યક્ષ કબ્જો છે તેની ઊંડાણપૂર્વકની વિગતો માંગી છે. આ ઉપરાંત તેમણે વોર્ડવાઈઝ ખાલી પડેલા આવાસોની સ્થિતિ, ભવિષ્યમાં નવી આવાસ યોજનાઓના આયોજન અને હવે પછી દૂર કરવામાં આવનાર ઝૂંપડપટ્ટીઓની યાદી અંગે સ્પષ્ટતા માંગી છે. સંજય ચાવડાએ આ સિવાય મનપાની આરોગ્ય શાખાની કામગીરી, વિવિધ ગ્રાન્ટના ઉપયોગ સામે ગ્રાન્ટ પરત જવાની બેદરકારી, વાહન સુવિધાઓ અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની સગવડો અંગે પણ પ્રશ્નો પૂછીને તંત્રને ઘેરી લેવા તૈયારી કરી છે. ત્યારબાદ વોર્ડ નંબર 1ના નગરસેવક અંજનાબેન મોરઝરીયાએ આંગણવાડીના બાળકોને મળતા લાભો, ધાત્રી માતાઓને અપાતી આરોગ્ય સવલતો અને સગર્ભા બહેનો માટેની સરકારી યોજનાઓ અંગે પ્રશ્નો મૂક્યા છે. જ્યારે વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર જાનકીબેન કાટોળીયાએ મનપાના વિજીલન્સ ટેકનીકલ વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે છેલ્લા 2 વર્ષ દરમિયાન વિજીલન્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા ડામરકામ અને સિવિલ વર્કના નમૂનાઓ, તપાસમાં ફેલ ગયેલા સેમ્પલના રિપોર્ટ, નિયમભંગ કરનાર કોન્ટ્રાક્ટરો તથા જવાબદાર અધિકારીઓની સામે થયેલી શિક્ષાત્મક કાર્યવાહીની વિગતો માંગી છે. વોર્ડ નંબર 11ના રક્ષિત કલોલાએ પોતાના વિસ્તારમાં ડી.આઈ. વોટર પાઈપલાઈનના બાકી રહેલા કામો, પાણી પુરવઠાને લગતી સ્થાનિક ફરિયાદો તેમજ ખાનગી સોસાયટીઓમાં પાઈપલાઈન પાથરવાની નીતિ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. બીજી તરફ, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર અને વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકીએ શહેરના સૌથી ગંભીર એવા જન્મ-મરણ શાખામાં ચાલતી કામગીરી અને પેન્ડિંગ અરજીઓનો પ્રશ્ન ઉઠાવ્યો છે. રાજકોટ મનપામાં ટોકન સિસ્ટમ અને નવા પોર્ટલ સેટઅપ વચ્ચે હાલમાં 10,000 થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાથી પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે અને તંત્ર લાચાર સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. તેમણે પૂછ્યું છે કે હાલમાં કયા પોર્ટલ પર કામ ચાલી રહ્યું છે અને અગાઉ કયા પોર્ટલનો ઉપયોગ થતો હતો? નોંધણીની વર્તમાન પ્રક્રિયા શું છે અને કેટલી અરજીઓ કયા કારણોસર અટકેલી છે? અત્યાર સુધીની કુલ નોંધણી, પોર્ટલ પર અપલોડ કરવાની બાકી વિગતો અને આ ઝીરો બેકલોગ થવામાં કેટલો સમય લાગશે? આ સિવાય તેમણે એ પણ પૂછ્યું છે કે શું મહાપાલિકા કે ગુજરાત સરકાર દ્વારા અપાતા આ પ્રમાણપત્રો આધાર કાર્ડની કામગીરીમાં માન્ય ગણાય છે કે નહીં, તથા આ કામગીરી ગુજરાત સરકારના કયા મંત્રી અને ભારત સરકારના કયા વિભાગ હેઠળ આવે છે. વધુમાં તેમણે ટાઉન પ્લાનિંગ શાખાને લગતા પ્રશ્નમાં 3 ટાઉન પ્લાનરની ભરતીથી લઈ આજ સુધીની કામગીરી અને ત્રણેય ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે અપાયેલી નોટિસોની વોર્ડવાઈઝ માહિતી માંગી છે. ગેરકાયદે બાંધકામોની વર્તમાન સ્થિતિ, કરાયેલા ડિમોલિશન, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા નોટિસ આપવા છતાં થયેલા અનધિકૃત બાંધકામો માટે ટાઉન પ્લાનરની જવાબદારી અંગે સ્પષ્ટતા માંગી છે. ઉપરાંત આ સભાના એજન્ડામાં હોકર્સ પોલિસીનો મહત્વનો મુદ્દો પણ સામેલ છે. શહેરમાં હોકર્સ ફ્રી રોડ, ઝોન અને રેંકડીધારકોને જગ્યા ફાળવવાની નીતિ મંજૂર થયા બાદ વાંધા-સૂચનો મંગાવી બોર્ડ સમક્ષ રજૂ કરવાની દરખાસ્ત છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીને નિર્ણયો લેવામાં સરળતા રહે તે માટે સલાહકાર સમિતિની રચના કરવા સહિતની દરખાસ્તને પણ આ સામાન્ય સભામાં આખરી મંજૂરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ₹1,250 કરોડના ખર્ચે દેશનું સૌથી આધુનિક MMTH તૈયાર થશે:રેલવે, મેટ્રો અને બસ કનેક્ટિવિટી એક જ છત નીચે મળશે; ડિસેમ્બર-2027 સુધીમાં સંપૂર્ણ કાર્યરત કરવાનો લક્ષ્યાંક
    Next Article
    યુનિવર્સિટીની બોર્ડ ઓફ ડીનની બેઠકમાં 4 નવા ઓર્ડિનન્સ મંજૂર:BOM માં ગ્રેજ્યુએટની 2 જગ્યાઓ માટે નોંધણી, ટૂંક સમયમાં PhD પ્રવેશ પરીક્ષા લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment