Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીની બોર્ડ ઓફ ડીનની બેઠકમાં 4 નવા ઓર્ડિનન્સ મંજૂર:BOM માં ગ્રેજ્યુએટની 2 જગ્યાઓ માટે નોંધણી, ટૂંક સમયમાં PhD પ્રવેશ પરીક્ષા લેવાશે

    1 day ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે બોર્ડ ઓફ ડીનની બેઠક મળી હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના નવા કાયદા મુજબ ચાર નવા ઓર્ડિનન્સને મંજૂરી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. નવા યુનિવર્સિટી કાયદા મુજબ નવા ઓર્ડિનન્સ બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ઓર્ડિનન્સ તૈયાર થઈ ગયા છે, જ્યારે કેટલાક હજુ બનવાના બાકી છે. બેઠકમાં યુનિવર્સિટીના નવા કાયદા પ્રમાણે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાંથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) સમિતિમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની બે જગ્યાઓ ભરવાની છે. આ જગ્યાઓ ભરવા માટે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવા માટે જરૂરી ફોર્મ બનાવવાની કાર્યવાહીને મંજૂરી અપાઈ હતી. વિદ્યાર્થીઓને કયા માધ્યમમાં ભણાવવા તે માટેના ઓર્ડિનન્સ પણ બનાવીને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પીએચડીની પ્રવેશ પરીક્ષા અને તેના જરૂરી નિયમો તૈયાર કરવા માટેના ઓર્ડિનન્સ પણ બનાવવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. આ અંતર્ગત 5 થી 7 નવા ગાઈડને મંજૂરી આપવામાં આવી છે. પીએચડીની પ્રવેશ પરીક્ષા ટૂંક સમયમાં લેવાય તે માટેનું આયોજન પણ આ બેઠકમાં કરાયું હતું. આ બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ ડીનના સભ્યો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે મનપાનું જનરલ બોર્ડ યોજાશે:રાજકોટમાં જન્મ-મરણની 10,000થી વધુ અટવાયેલી અરજી, આવાસ, ટીપી સહિતનાં પ્રશ્ને હોબાળો થવાની શક્યતા, અધિકારીઓમાં ભારે દોડધામ
    Next Article
    15 Killed, Over 50 Injured After Suicide Bombing At Mosque In Pakistan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment