Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં આંગડિયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:આરોપીઓને ઝડપવા પાંચ પોલીસ ટીમો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પહોંચી

    15 hours ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે આવેલી 'રમેશકુમાર અંબાલાલ' નામની આંગડિયા પેઢીમાં 20 જુલાઈ સોમવારે ધોળા દિવસે ₹12.50 લાખની ચોરી થઈ હતી. ત્રણ અજાણ્યા શખસો રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ શખસો ગ્રાહક બનીને આંગડિયા પેઢીમાં દાખલ થયા હતા. તેમણે પૈસા ગણાવવાના બહાને પેઢીના સંચાલકને વાતોમાં પરોવી રાખ્યા હતા. સંચાલકનું ધ્યાન ચૂકવીને, લૂંટારુઓએ ટેબલ પર રાખેલા ₹12.50 લાખ રોકડા ઉપાડી લીધા અને તરત જ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ચોરીની જાણ થતાં જ પેઢીના સંચાલકે વાંસદા ટાઉન પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાંસદા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસની પાંચ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તપાસ અર્થે રવાના થઈ છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. વાંસદા ડિવિઝનના ડીવાયએસપી હરેશ ચંદુએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બનાવના પગલે વાંસદા પોલીસ સ્ટેશન, વાંસદા ડિવિઝન, એલસીબી (LCB) તથા એસઓજી (SOG) મળીને કુલ ૫ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને ટેકનિકલ સરવેલન્સ તેમજ સીસીટીવી કેમેરાની મદદથી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નંબર પ્લેટ વગરની સફેદ કલરની સિઆઝ કારમાં આવેલા આરોપીઓ પૈકી બે શખ્સો ગ્રાહક તરીકે પેઢીમાં પ્રવેશ્યા હતા અને પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવા તથા રકમ ગણાવવાના બહાને આંગડિયા પેઢીના પ્રવીણ ઝાલાનું ધ્યાન ચૂકવી, ટેબલ પર મૂકેલી રોકડ રકમની અચાનક ઝૂંટવણી કરી બહાર ઊભેલી કાર તરફ ભાગ્યા હતા. બનાવ બાદ પ્રવીણ ઝાલાએ બૂમાબૂમ કરી કારનો પીછો કર્યો હતો, જેમાં ઉતાવળમાં કારમાં બેસવા જતાં આરોપીઓના હાથમાંથી ₹12.5 લાખ પૈકી ત્રણ બંડલ નીચે પડી જતાં તે રકમ ફરિયાદીને સ્થળ પર જ પરત મળી ગઈ હતી. જ્યારે બાકીની રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલમાં સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બોર્ડર એરિયા નજીક મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશના વિસ્તારોમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધોખળ ચલાવવામાં આવી રહી છે..
    Click here to Read More
    Previous Article
    દરિયામાં તોફાન, અતિ ભારે વરસાદનો ખતરો:દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો, ફોર્ચ્યુનર ટ્રાન્સફોર્મરમાં ઘુસી ગઇ
    Next Article
    દ્વારકા પોલીસના ફરજનિષ્ઠ કર્મચારીઓને સન્માનપત્ર અપાયા:SP અને DySPના માર્ગદર્શન હેઠળની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment