Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા પોલીસના ફરજનિષ્ઠ કર્મચારીઓને સન્માનપત્ર અપાયા:SP અને DySPના માર્ગદર્શન હેઠળની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી

    15 घंटे पहले

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનના ફરજનિષ્ઠ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માન જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કરાયેલી પ્રશંસનીય કામગીરી બદલ અપાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાએ આ કર્મચારીઓની સરાહનીય કામગીરીની નોંધ લીધી હતી. પોલીસ સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પીઆઈ જાડેજાના હસ્તે કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરી તેમની ફરજનિષ્ઠા અને જવાબદારીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઈ એમ.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓની સારી કામગીરીનું સન્માન માત્ર તેમની મહેનતની કદર પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર પોલીસ પરિવારને પોતાની ફરજ વધુ જવાબદારી અને સમર્પણથી નિભાવવા માટે પ્રેરણા આપે છે. તેમણે સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પોલીસ વિભાગની કામગીરીમાં શિસ્ત, ટીમવર્ક અને જનસેવા પ્રત્યેની નિષ્ઠાનું વિશેષ મહત્ત્વ છે. દ્વારકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળેલા આ સન્માને ખાખી પાછળ સતત ફરજ બજાવતા કર્મચારીઓની મહેનત અને સમર્પણને માન આપ્યું છે. સન્માનિત થનારા કર્મચારીઓમાં ઋતુરાજભાઈ જાડેજા, રામજીભાઈ વાઘેલા, રીનાબેન અંકલેશ્વરીયા, કાજલબેન ભારથી અને નિકેતાબેન મીનનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદામાં આંગડિયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:આરોપીઓને ઝડપવા પાંચ પોલીસ ટીમો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પહોંચી
    Next Article
    ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવી ભારે પડી:રાજકોટ મનપા દ્વારા 'હાઉસ ઓફ સ્નેક્સ', 'આર.બી ફૂડ', ' શ્રીજલારામ ટ્રેડર્સ' સહિત 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી રૂ. 75,500નો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment