Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયામાં તોફાન, અતિ ભારે વરસાદનો ખતરો:દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો, ફોર્ચ્યુનર ટ્રાન્સફોર્મરમાં ઘુસી ગઇ

    14 hours ago

    4 ઈંચ વરસાદ સાથે વાંસદા જળમગ્ન થયું નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જેમાં આખું નવસારી ફરી પાણીમાં ગરકાવ થયું.. 71 રસ્તાઓ બંધ થઈ ગયા.શાકમાર્કેટ અને સોસાયટીઓમાં ઘુંટણસમા પાણીથી લાકોને ભારે હાલાકી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો..સુરતમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને ગરનાળાંમાં પાણી ભરાયા હતા, જ્યારે ઉપરવાસની આવકથી ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર.21 જુલાઈએ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો શેલા બાદ અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો. ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સની સામે 20 જુલાઈની રાત્રે 2 વાગ્યે દીપડો દેખાયાનો કેફે માલિકે દાવો કર્યો છે. હવે વનવિભાગ આ દીપડો છે શેલામાં દેખાયો હતો એ જ છે કે બીજો તેની તપાસમાં લાગ્યુ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થી હિતરક્ષક સમિતિએ કર્યા દેખાવો જંતર મંતરથી શરૂ થયેલો વિદ્યાર્થીઓનો વિરોધ વડોદરા પહોંચ્યો.. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા ગાંધી નગરગૃહ ખાતે દેખાવ કરાયો. જેમાં 6 યુવાનોની અટકાયત કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસ. કે.પટેલ કોલેજમાં ABVPનો હલ્લાબોલ ગાંધીનગરમાં ABVPનો હલ્લાબોલ...UGCના નિયમોનું ઉલ્લંઘન કરનાર એસ. કે.પટેલ કોલેજ સામે મોરચો માંડી વિદ્યાર્થીઓના મૂળ સર્ટિફિકેટ્સ તાત્કાલિક પરત કરવા માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ રાતોરાત સીલ અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ સીલ કરાયું. ઓનલાઈન વેજ બર્ગરના બદલે ચિકન બર્ગર ડિલિવર થતાં ગ્રાહકની ફરિયાદ બાદ AMC ફૂડ વિભાગે કાર્યવાહી કરી, નરોડાની બ્રાન્ચ રાતોરાત સીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા યુવકનું મોત તાલાલાના રમરેચી ગીર ગામે એક ફોરચ્યુનર કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું. કાર પર 11 KVના જીવંત વીજવાયરો પડતા યુવક કારમાં જ ફસાઈ ગયો. પાવર બંધ કરવા PGVCLમાં સતત ફોન કર્યા પરંતુ સંપર્ક ન થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત અમદાવાદમાં બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત કરાયા..અંબિકા ફટાકડાના માલિક સહિત બેની ધરપકડ કરાઈ વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ જાગેલી પોલીસની કાર્યવાહી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો.. જામનગર, ભાવનગર અને ઉનામાં મળી ત્રણનાં મોત નીપજ્યા.. રાજકોટ જિલ્લાનાં 6 શંકાસ્પદ કેસો પૈકી 3 સારવાર હેઠળ. તંત્રએ 2085 ઘરોમાં મલેથિયોન પાવડરનો છંટકાવ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ અપડેટ:જિયોહોટસ્ટારે ધ હંડ્રેડ ક્રિકેટ લીગના ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા; સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા સહિત ઘણા ભારતીયો રમશે
    Next Article
    વાંસદામાં આંગડિયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:આરોપીઓને ઝડપવા પાંચ પોલીસ ટીમો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment