Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં આંગણીયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:ત્રણ શખસો ગ્રાહક બની નજર ચૂકવી ફરાર થયા, પોલીસની આરોપીઓની ઓળખ મેળવવા કવાયત

    1 day ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે આવેલા રમેશકુમાર અંબાલાલ આંગણીયા પેઢીમાંથી ધોળા દિવસે રૂ. 12.50 લાખની ચોરી થઈ છે. ત્રણ અજાણ્યા શખસો આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવથી વાંસદા પંથકના વેપારી આલમ અને સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ત્રણેય શખસો ગ્રાહક બનીને આંગણીયા પેઢીમાં પ્રવેશ્યા હતા. તેમણે પૈસા ગણાવવાના બહાને પેઢીના સંચાલકને વાતોમાં પરોવી રાખ્યા હતા. સંચાલકનું ધ્યાન સહેજ બહાર જતાં જ, આ શખસોએ ટેબલ પર કે કાઉન્ટર પર રાખેલા રોકડા રૂ. 12.50 લાખની રકમ નજર ચૂકવીને ઉઠાવી લીધી હતી. ચોરી કર્યા બાદ તેઓ તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આંગણીયા પેઢીના સંચાલકે તાત્કાલિક વાંસદા ટાઉન પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આંગણીયા પેઢીના સીસીટીવી ફુટેજ મેળવી આરોપીઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. આ સાથે જ, વાંસદા તાલુકાની તમામ સરહદો અને મુખ્ય માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે. ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અષાઢી બીજ બાદ શ્રદ્ધાભેર ઉજવાયો હેરા પંચમી ઉત્સવ:જગન્નાથજી મંદિર ખાતે શિવ વિહાર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજી તથા માતા લક્ષ્મીજીની ભક્તિભાવપૂર્વક ‘હેરા પંચમી ઉત્સવ’ ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
    Next Article
    અમરેલી SPએ 10 ફરાર આરોપીઓની યાદી જાહેર કરી:ચોક્કસ માહિતી આપનારને ₹10000નું ઇનામ, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment