Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી SPએ 10 ફરાર આરોપીઓની યાદી જાહેર કરી:ચોક્કસ માહિતી આપનારને ₹10000નું ઇનામ, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે

    1 day ago

    રાજ્ય સરકારના ગૃહ વિભાગના સૂચન હેઠળ, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જિલ્લાના નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી પ્રસિદ્ધ કરી છે. આ આરોપીઓ વિશે ચોક્કસ માહિતી આપનારને ₹10,000નું ઇનામ આપવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી યાદી મગન ચીમન ગોહિલ: અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 185/2005, IPC કલમ 363, 366, 180). વતન: કેવન બારીયા, જિલ્લો: દાહોદ. હાલ રહેવાસી: દિનેશભાઈની વાડી, રંગપુર રોડ, અમરેલી. છલીયા ભાવસિંહ પલાસ: લાઠી પોલીસ સ્ટેશન (F.I.R. નં. 41/1994, IPC કલમ 457, 380, 114). રહેવાસી: સરસોલા, વીરસીંગ ફળિયા, જિલ્લો: દાહોદ. રામદાસ ઉર્ફે કાળુ અમરદાસ ગોંડલીયા: બાબરા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 16/1999, IPC કલમ 363, 366). રહેવાસી: ચમારડી, તાલુકો: બાબરા, જિલ્લો: અમરેલી. બાબુ એસ. પટેલ: સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન (F.I.R. નં. 70/1997, IPC કલમ 406, 420). રહેવાસી: પાલનપુર, જિલ્લો: બનાસકાંઠા. વૈભવ બીપીન માટલીયા: સાવરકુંડલા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 54/2012, IPC કલમ 406, 420). રહેવાસી: મગીયા શેરી, તાલુકો: સાવરકુંડલા, જિલ્લો: અમરેલી. ગોબર નાથા પટેલ: રાજુલા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 185/1988, IPC કલમ 506(2)). રહેવાસી: દાતરડી, તાલુકો: રાજુલા, જિલ્લો: અમરેલી. ત્રિકમલાલ કે. ચાવડા: રાજુલા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 72/2005, IPC કલમ 406). રહેવાસી: ખેરવા, તાલુકો: દશાડા, જિલ્લો: સુરેન્દ્રનગર. અશોક મારવાડી: ધારી પોલીસ સ્ટેશન (પ્રોહિબિશન F.I.R. નં. 246/2013, પ્રોહિબિશન કલમ 116(બી), 81). રહેવાસી: નડીયાદ, તાલુકો: નડીયાદ, જિલ્લો: ખેડા. ગણપત નાનજી પરમાર: ખાંભા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 11193027210526/2021, IPC કલમ 361, 376(2)(જે)(એન), 328 તથા પોક્સો એક્ટ કલમ 4, 8). રહેવાસી: બાવળા, જિલ્લો: અમદાવાદ. પ્રકાશ રતિલાલ બધાણી: રાજુલા પોલીસ સ્ટેશન (F.I.R. નં. 152/2003, IPC કલમ 406). રહેવાસી: પીપાવાવ, તાલુકો: રાજુલા, જિલ્લો: અમરેલી (મૂળ રહેવાસી: મલાડ, મુંબઈ). અમરેલી SP સંજય ખરાતે જણાવ્યું કે, આ તમામ આરોપીઓ અંગેની ચોક્કસ વિગતો કે માહિતી મળે તો પોલીસ અથવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વાંસદામાં આંગણીયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:ત્રણ શખસો ગ્રાહક બની નજર ચૂકવી ફરાર થયા, પોલીસની આરોપીઓની ઓળખ મેળવવા કવાયત
    Next Article
    Banks mobilise $17.40 billion under special FCNR(B) scheme

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment