Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અષાઢી બીજ બાદ શ્રદ્ધાભેર ઉજવાયો હેરા પંચમી ઉત્સવ:જગન્નાથજી મંદિર ખાતે શિવ વિહાર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજી તથા માતા લક્ષ્મીજીની ભક્તિભાવપૂર્વક ‘હેરા પંચમી ઉત્સવ’ ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

    1 day ago

    આજરોજ સોમવારના શુભ દિને સુભાષનગર સ્થિત શિવ વિહાર ટ્રસ્ટ દ્વારા માતા લક્ષ્મીજી તથા ભગવાન જગન્નાથજીના પવિત્ર ‘હેરા પંચમી ઉત્સવ’ની અત્યંત ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ અદભુત ભક્તિભાવ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જગતના નાથ જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે, આજરોજ ​સાંજે યોજાયેલા આ દિવ્ય કાર્યક્રમમાં માતા લક્ષ્મીજીને વિશેષ રસગુલ્લા ભોગ તેમજ મોહનભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવનગરના વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી ઉત્સવનો ભક્તિમય લ્હાવો લીધો હતો અને મહાપ્રસાદનો વિશેષ લાભ મેળવ્યો હતો, ​આ સમગ્ર મહોત્સવનું સુંદર અને સુચારુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ શિવ વિહાર ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓના ભક્તિસભર જયઘોષથી સમગ્ર સુભાષનગર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ સંપૂર્ણપણે ધર્મમય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'જબ જબ મોદી ડરતા હૈ, પોલીસ કો આગે કરતા હૈ':ગુજરાતભરમાં વાંગચુકના સમર્થનમાં યુવાઓ આવ્યા, કોઈએ મેલોડી તો કોઈએ પોસ્ટર સાથે વિરોધ કર્યો; પોલીસે બળપ્રયોગ કરી અટકાવ્યા
    Next Article
    વાંસદામાં આંગણીયા પેઢીમાંથી ₹12.50 લાખની ચોરી:ત્રણ શખસો ગ્રાહક બની નજર ચૂકવી ફરાર થયા, પોલીસની આરોપીઓની ઓળખ મેળવવા કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment