Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પ્રેડ હેપ્પીનેસ સંસ્થાએ મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરી:વૃદ્ધાશ્રમમાં દાદા-દાદી સાથે સમય વિતાવી ₹1.25 લાખનું કરિયાણું આપ્યું

    1 day ago

    સ્પ્રેડ હેપ્પીનેસ સ્પ્રેડ સ્માઇલ સંસ્થા દ્વારા 2 ઓગસ્ટ, 2026 ના રોજ મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના યુવા મિત્રોએ શારદા મંદિર સ્કૂલ પાસે આવેલા અન્નપૂર્ણા વૃદ્ધાશ્રમમાં દાદા-દાદી સાથે આખો દિવસ વિતાવ્યો હતો. સંસ્થાના અગ્રણી પૂજા શ્રીધર અપ્પાએ જણાવ્યું કે, આ વૃદ્ધાશ્રમમાં હાલ 23 દાદીઓ અને 8 દાદાઓ રહે છે. સંસ્થાના આશરે 25 થી 30 યુવા મિત્રો તેમના વડીલો અને બાળકો સાથે મળીને દાદા-દાદી સાથે સમય પસાર કર્યો હતો. ગીતો, વાતો અને હાસ્યથી વાતાવરણ ભાવુક અને આનંદમય બન્યું હતું. આ પ્રસંગે આશ્રમના રહેવાસીઓ માટે અંદાજે ₹1,25,000 નું કરિયાણું, તેમજ બેડશીટ, ટુવાલ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દરેક દાદા-દાદી માટે ખાસ કસ્ટમાઇઝ્ડ બોટલ, નવા કપડાં, ડ્રાયફ્રૂટ્સ, રોજિંદા ઉપયોગની જરૂરી ચીજવસ્તુઓ, સાથે સમય પસાર કરવા માટે રમતો અને પુસ્તકો પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તમામ વસ્તુઓની પસંદગી દાદા-દાદીનો દિવસ સુંદર અને યાદગાર બને તે વિચાર સાથે કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમના રહેવાસીઓની તબીબી સુવિધા માટે સંસ્થા દ્વારા આશ્રમને એક ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. પૂજા શ્રીધરના મતે, યુવા મિત્રો માટે આ અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો. દાદા-દાદીના ચહેરા પરની સ્મિત અને તેમના આશીર્વાદ એ જ તેમના કાર્યની સાચી સફળતા છે. ઉલ્લેખનીય છે કે, સ્પ્રેડ હેપ્પીનેસ સ્પ્રેડ સ્માઇલ સંસ્થા છેલ્લા 11 વર્ષથી સમાજના વંચિત વર્ગો માટે નિયમિત સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    HMATમાં અનુભવની મર્યાદા 7 વર્ષથી ઘટાડી 5 વર્ષ કરવા માગ:2021ની ભરતીના શિક્ષકોને HMATમાં બેસવાની તક આપવા શિક્ષકોની લેખિત રજૂઆત
    Next Article
    રીંછે સીમમાં આતંક મચાવ્યો; અનેક ઘાયલ:વહેલી સવારે પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમનો બનાવ; ઘાયલોને સારવાર માટે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment