Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તે પ્રેમલગ્ન કરેલા છે, દસ્તાવેજમાં તારું નામ ચડાવવાનું નથી':સસરા-સાળાઓએ મકાનના વારસાઈમાં નામ ચડાવવા બોલાવી યુવકના માથામાં પાઈપ-ધોકા ફટકાર્યા

    एक दिन पहले

    ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં પ્રેમલગ્નની અદાવત રાખીને પત્નીને પિતાના મકાનના વારસાઈ દસ્તાવેજમાં હિસ્સો ન આપવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવાન પર તેના જ સસરા અને બે સાળાઓએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો છે. માથાના ભાગે ગંભીર ઈજા થતા યુવાનને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી રજા મળ્યા બાદ તેમણે ઘોઘા રોડ પોલીસ મથકમાં સસરા અને સાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દસ્તાવેજમાં નામ ચડાવવાના બહાને બોલાવી ભાગ આપવાનો ઈનકાર કર્યો ઘોઘા જકાતનાકા અમરદીપ સોસાયટી સામે રહેતા અને મજૂરી કામ કરતા વિશાલ બુધાભાઈ ચુડાસમા (ઉં.વ. 27) એ ગત 3 ડિસેમ્બર, 2023ના રોજ જાગૃતિબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગત 17 નવેમ્બરના રોજ રાત્રિના 11:30 વાગ્યે સાળા સંજય મનસુખભાઈ મકવાણાએ વિશાલના ઘરે આવી જાગૃતિબેનને મકાનના વારસાઈ દસ્તાવેજમાં નામ ચડાવવાનું કહી બોલાવ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે 12:30 વાગ્યે વિશાલ અને તેમના પત્ની દસ્તાવેજના કાગળો લેવા પારુલ સોસાયટી સ્થિત સંજયભાઈના સસરા ધીરુભાઈના ઘરે પહોંચ્યા હતા. આ ઘરની બાજુમાં જ વિશાલના સસરા ભુપતભાઈનું ઘર હોવાથી તેઓ તથા તેમના દીકરાઓ દિપક અને કાનજી પણ ત્યાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે "તેં પ્રેમલગ્ન કરેલા છે, તેથી દસ્તાવેજમાં તારું નામ ચડાવવાનું નથી અને ઘરમાંથી કોઈ ભાગ મળશે નહીં" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. માથામાં પાઈપ અને ધોકા મારી લોહીલુહાણ કર્યા ઝઘડા દરમિયાન વિશાલભાઈ વચ્ચે સમજાવવા પડતા ત્રણેય શખ્સોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. વિશાલે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાળા દિપકે લોખંડના પાઈપ અને કાનજીએ લાકડાના ધોકાનો ઘા વિશાલના માથામાં ફટકારી દીધો હતો, જ્યારે સસરા ભુપતે ઢીકાપાટુનો માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા લોહી નીકળવા લાગતા પત્ની જાગૃતિબેને 108 એમ્બ્યુલન્સ મારફતે વિશાલને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ વિશાલભાઈએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સસરા ભુપત તેમજ સાળા દિપક અને કાનજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ₹1.25 કરોડની ઠગાઈ કરી:ડાકોરમાં મંદિર બનાવવાનું કહી રાજકોટમાં મંદિરે નિવૃત્ત શિક્ષણાધિકારીને શીશામાં ઉતાર્યા; કહ્યુ- વિદેશથી દાન આપનારને સાટાખત બતાવવું પડશે
    Next Article
    વેરાવળમાં સવણ્યા પરિવારે સ્નેહમિલન સાથે રક્તદાન કેમ્પ યોજ્યો:લઘુ રુદ્ર યજ્ઞ અને વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાયા, ધાર્મિક કાર્યક્રમ સાથે રક્તદાન બદલ રેડક્રોસે બિરદાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment