Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સવણ્યા પરિવારે સ્નેહમિલન સાથે રક્તદાન કેમ્પ યોજ્યો:લઘુ રુદ્ર યજ્ઞ અને વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાયા, ધાર્મિક કાર્યક્રમ સાથે રક્તદાન બદલ રેડક્રોસે બિરદાવ્યા

    एक दिन पहले

    વેરાવળના સવનિયા સંકુલમાં સમસ્ત સવનિયા પરિવાર (ઓલ ઇન્ડિયા) દ્વારા તૃતીય સ્નેહમિલન, લઘુ રુદ્ર યજ્ઞ, વિદ્યાર્થી સન્માન સમારોહ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. રેડક્રોસે ધાર્મિક કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પ યોજવા બદલ પરિવારની પ્રશંસા કરી હતી.સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી થેલેસેમિયા મેજર અને ઓપરેશનના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. પરિવારના અગ્રણી રમેશભાઈ સવનિયાએ જણાવ્યું હતું કે, સમાજનું સંગઠન મજબૂત કરવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા વાર્ષિક સ્નેહમિલન, લઘુ રુદ્ર યજ્ઞ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનું આયોજન કરાયું હતું. કેમ્પમાં યુવાનો અને મહિલાઓ સહિત અનેક લોકોએ રક્તદાન કર્યું હતું. રેડક્રોસ સોસાયટીની ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબારે કહ્યું હતું કે, દરેક સમાજ અને પરિવારે ધાર્મિક પ્રસંગો સાથે જરૂરિયાતમંદ દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રક્તની અછત દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. આ કાર્યક્રમમાં રેડક્રોસના ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, મેનેજમેન્ટ કમિટી વતી વિમલભાઈ ગજ્જર, એડમિન રાધાકૃષ્ણ પમનાણી અને બ્લડ બેન્કના કર્મચારીઓ સેવા માટે જોડાયા હતા. કાર્યક્રમના અંતે પરિવારજનોએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરી અને સમૂહ પ્રસાદ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના સભ્યો અને યુવાનોએ મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'તે પ્રેમલગ્ન કરેલા છે, દસ્તાવેજમાં તારું નામ ચડાવવાનું નથી':સસરા-સાળાઓએ મકાનના વારસાઈમાં નામ ચડાવવા બોલાવી યુવકના માથામાં પાઈપ-ધોકા ફટકાર્યા
    Next Article
    ચાર જિલ્લાના 300થી વધુ NCC કેડેટ્સ માટે 10 દિવસીય તાલીમ:શારીરિક તંદુરસ્તી, સીમેનશિપ અને ફાયરિંગ સહિતની વ્યાપક લશ્કરી તાલીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment