Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની મોટી છલાંગ:₹1.24 લાખ કરોડના 6 પ્રોજેક્ટથી 50 હજારથી વધુ રોજગારી સર્જાશે, સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર દેશમાં પ્રથમ રાજ્ય

    4 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને આગળ વધારતા ગુજરાત આજે દેશનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. રાજ્યમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલા 6 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં મળીને અંદાજે ₹1.24 લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે, જેના પરિણામે 50 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જાવાની અપેક્ષા છે. સેમિકન્ડક્ટર માટે સમર્પિત પોલિસી અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત પોલિસી અમલમાં મૂકી છે અને આવી પોલિસી લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, કેઈન્સ સેમિકોન, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ જેવા મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. CG Semi આજથી OSAT ફેસિલિટીમાં કમર્શિયલ ઉત્પાદન કરશે સાણંદ GIDC ખાતે માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનની OSAT સુવિધાઓ કાર્યરત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત, CG Semi પણ આજે 4 જુલાઈથી તેની OSAT ફેસિલિટી ખાતે કમર્શિયલ ઉત્પાદન શરૂ કરી રહી છે, જે રાજ્ય માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. માઈક્રો-LED ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ ધોલેરામાં શરૂ થવાની શક્યતા સુરતમાં સુચી સેમિકોનનો પાયલટ OSAT પ્લાન્ટ પહેલેથી કાર્યરત છે અને તાજેતરમાં તેને ISM હેઠળ મંજૂરી પણ મળી છે. બીજી તરફ ધોલેરા SIR ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (Fab) સુવિધાનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટ ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી બનશે. ઉપરાંત ક્રિસ્ટલ મેટ્રિક્સનો મિની અને માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ પણ ધોલેરામાં ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે રાજ્યમાં માત્ર સેમિકન્ડક્ટર પ્લાન્ટ જ નહીં, પરંતુ સમગ્ર ઈકોસિસ્ટમ પણ ઝડપથી વિકસી રહી છે. લિન્ડે, તાઈવાનની TSMT, જાપાનની TNSI, ફુજીફિલ્મ, નિપ્પોન એક્સપ્રેસ, જર્મનીની ઇન્ફિનિયોન ટેક્નોલોજીસ અને મલેશિયાની હોતાયી સહિત અનેક વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે અથવા કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ કંપનીઓ ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ, મટિરિયલ સપ્લાય, ગેસ અને વિશેષ કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારનું કહેવું છે કે નાણાકીય પ્રોત્સાહનો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને મજબૂત ઇકોસિસ્ટમના આધારે ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર હબ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ISM 2.0 માટે ₹1.25 લાખ કરોડના ખર્ચને પણ મંજૂરી આપી છે, જેના કારણે દેશની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાને વધુ વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીનીઅંબિકા નદીના પુલ પર મોટું ગાબડું:બીલીમોરા અને અમલસાડને જોડતા 11 ગામોનો સંપર્ક ખોરવાયો;યુદ્ધના ધોરણે સમારકામ આદર્યું
    Next Article
    વેરાવળમાં જૂની બિલ્ડિંગનો રવેશ ધડાકાભેર પડ્યો:બે બાઇકને નુકસાન, નગરપાલિકા દ્વારા 82 જર્જરિત બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment