Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જૂની બિલ્ડિંગનો રવેશ ધડાકાભેર પડ્યો:બે બાઇકને નુકસાન, નગરપાલિકા દ્વારા 82 જર્જરિત બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી

    4 days ago

    ગીર સોમનાથના વેરાવળમાં ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે વિરામ લીધો હતો. આ દરમિયાન વેરાવળના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં એક જૂની બિલ્ડિંગનો મોટો રવેશ ધડાકાભેર નીચે પડ્યો હતો. આ ઘટનામાં નીચે પાર્ક કરેલી બે બાઇકને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, તે સમયે ત્યાં કોઈ રાહદારી ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસા પહેલા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 82 જેટલા જર્જરિત મકાનો, બિલ્ડિંગો કે રવેશ-છજા ધરાવતી મિલકતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને તેમની મિલકતના જર્જરિત ભાગને ઉતારી સુરક્ષિત કરવા જણાવાયું હતું. આ પૈકી 17 અતિ જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક ઉતારી લેવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત, આશરે 6 અતિ જર્જરિત બિલ્ડિંગોને નગરપાલિકા દ્વારા જ ઉતારી લેવા માટે કોટેશન બહાર પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ વેરાવળ શહેરના નગરજનોમાં એવી માંગ ઉઠી છે કે, આવા અનેક જર્જરિત બિલ્ડિંગો, મકાનો અને તેમના રવેશ-છજા સહિતના ભાગોનો ફરીથી સર્વે કરાવવામાં આવે. જો આ મિલકતોમાં ભાડૂતો રહેતા હોય, તો તેમના હિતોને નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રીતે જર્જરિત ભાગોને ઉતારી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની મોટી છલાંગ:₹1.24 લાખ કરોડના 6 પ્રોજેક્ટથી 50 હજારથી વધુ રોજગારી સર્જાશે, સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર દેશમાં પ્રથમ રાજ્ય
    Next Article
    નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 10 સેમી વધી:ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી, વીજ ઉત્પાદનમાં પણ વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment