Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ભાવનગર હાઇવે પર સર્જાયો અકસ્માત:મીની ટેમ્પો પલ્ટી મારી જતા આધેડનું મોત, સુરતના પતિ-પત્ની અને ચાર સંતાનો સહીત 11 લોકો ઈજાગ્રસ્ત

    9 hours ago

    રાજકોટ ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઇ રહેલી ફોર વ્હિલ કારને બચાવવા જતા ટાટા કંપનીનું મીની આઇસર જેવું માલવાહક વાહન પલ્ટી મારી જતા ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે જયારે વાહનમાં સવાર 11 જેટલા લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૂળ જસદણ તાલુકાના રહેવાસી અને હાલ સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને તેના ચાર સંતાનો સહીત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. રાજકોટ ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 જેટલા મુસાફર સહીત 12 લોકો સાથે સવાર મીની આઇસર જેવું જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું છે જયારે બાકી 10 લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ તેમજ જસદણ તાલુકાના વડાળી ગામના રહેવાસી વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતક ભીમાભાઇ અમરશીભાઈ મકવાણાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આજીડેમ પોલીસે વાહન ચાલક મંડલભાઈ વિરુધ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતમા ઈજાગ્રસ્ત જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ.27) તેમના પત્ની અંજલીબેન ચોવસીયા (ઉ.વ.25), પુત્ર અનુસ ચોવાસીયા (ઉ.વ.5), પુત્રી મિતલ ચોવાસીયા (ઉ.વ.8), પુત્ર કાર્તિક ચોવાસીયા (ઉ.વ.5) અને પુત્રી નતાશા ચોવાસીયા (ઉ.વ.7) મૂળ દહીસરા ગામના રહેવાસી છે અને હાલ તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. આજ રોજ તેઓ ભાડલા ગામે અંજલીબેન ચોવસીયાના પિયરથી માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સમાં તેઓ સુરત જવાના હતા જો કે રસ્તામાં કાળીપાટ ગામ નજીક અકસ્માત સર્જાતા તમામ બાળકો સહીત પરિવારના 6 સભ્યોને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ભાવનગર હાઇવે પર સર્જાયો અકસ્માત:મીની ટેમ્પો પલ્ટી મારી જતા આધેડનું મોત, સુરતના પતિ-પત્ની અને ચાર સંતાનો સહીત 11 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા
    Next Article
    Krushna Gets Emotional As His Twins Meet Sunita Ahuja For The First Time

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment